
Gold silver price today: સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ફેરફાર નોંધાયો છે. 24 કેરેટ સોનું આજે 13મી મેએ 866 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થઈને 93942 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદીમાં એક જ ઝાટકે 2255 રૂપિયા મોંઘું થઈને 96350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલ્યું છે. તમારા શહેરમાં આનાથી 1000થી 2000 રૂપિયાનું અંતર આવી રહ્યું છે. દિવસમાં બેવાર નવા રેટ જાહેર કરે છે. એકવાર બપોરે 12 વાગ્યે અને બીજું સાંજે પાંચ વાગ્યાની આસપાસ. હજી આ રેટ બપોર બાદ બદલાઈ શકે છે.
GST સાથે ભાવ શું છે
GST સાથે આજે સોનું 96760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 99240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ વર્ષે સોનું લગભગ 18202 રૂપિયા અને ચાંદી 10333 રૂપિયા મોંઘી થઈ છે. 22 એપ્રિલ 2025 ના રોજ, સોનું 99100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. 31 ડિસેમ્બર 24 ના રોજ, સોનું 76045 રૂપિયા પ્રતિ 10 અને ચાંદી 85680 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલ્યું. આ દિવસે સોનું 75740 રૂપિયા પર બંધ થયું. ચાંદી પણ 86017 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ થઈ. સોનું તેના ઓલટાઈમ હાઈ સપાટીથી 5158 રૂપિયા સસ્તું થયું છે.
23 કેરેટથી 14 કેરેટ સુધીના સોનાના ભાવ
મળતી માહિતી અનુસાર, આજે 23 કેરેટ સોનું પણ 863 રૂપિયા મોંઘું થયું અને 93566 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. આ સમયે, 22 કેરેટ સોનાનો સરેરાશ હાજર ભાવ બપોરે 12:15 વાગ્યે 793 રૂપિયાનો ઉછાળો પામ્યો અને 86051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો. 18 કેરેટ સોનાનો ભાવ, જે સામાન્ય રીતે દાગીનામાં વપરાય છે, તે પણ 650 રૂપિયા મોંઘો થઈને 70457 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે, 14 કેરેટ સોનાનો ભાવ 506 રૂપિયા વધીને 54956 રૂપિયા પર પહોંચી ગયો છે.
સોમવારે સોનામાં કેમ કડાકો બોલાયો?
અમેરિકા અને ચીને 3 મહિના માટે એકબીજા પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અમેરિકાએ ચીની માલ પર ટેરિફ 145 ટકાથી ઘટાડીને 30 ટકા કર્યો છે, અને ચીને પણ યુએસ માલ પર ટેરિફ 125 ટકાથી ઘટાડીને 10 ટકા કર્યો છે. આનાથી વિશ્વભરના શેરબજારોમાં ઉછાળો આવ્યો અને લોકો "જોખમ લેવાના મૂડમાં" આવી ગયા. પરિણામે સોના જેવા સલામત રોકાણની માંગમાં ઘટાડો થયો છે.
અમેરિકાના ફેડના વ્યાજ દર પર અસર
અમેરિકી કેન્દ્રીય બેંક અનુસાર, ટેરિફ ઓછા થવાથી અર્થવ્યવસ્થાને આંચકો ઓછો લાગશે. જેથી ફેડને વ્યાજ દર ઓછા કરવાની જલ્દી નહીં થાય. જો કે, બજારમાં હજી પણ સપ્ટેમ્બરથી 2024માં 0.55 ટકાના કાપની આશા કરી રહ્યું છે. આજે આવનારા અમેરિકાના મોંઘવારી ડેટા આની પર અસર કરશે.
ડોલર અને સોના વચ્ચે સંબંધ
ડોલરનો ભાવ થોડો સ્થિર થયો છે, જેમાં સોનું થોડું ઉપર ચઢયું છે, પરંતુ ટેરિફ ડીલ બાદ જોખમનો માહોલને લીધે સોનાને નીચે ધકેલી દીધું છે. સોનાનો ભાવ તૂટી જતા ખરીદી ફરી વધી શકે છે, કારણ કે, વિશ્વમાં હજી પણ આર્થિક જિયોપોલિટિકલ રિસ્ક જેમ કે, યુદ્ધ અને મંદીનો ખતરો તોળાઈ રહ્યો છે.