
જ્યારે બજાર ઘટે છે ત્યારે રોકાણકારો જાણતા નથી કે શેર વેચવા, SIP બંધ કરવી કે બજારમાં રહેવું. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ.
ઓક્ટોબર, 2024થી નિફ્ટી દર મહીને ઘટાડા સાથે જ બંધ રહ્યો છે અને આ પાંચ મહીનામાં લગભગ 1 ટકા ઘટી ગયો છે. 1996 પછી આ પ્રથમ વખત છે જ્યારે બજારમાં સતત પાંચ મહિના સુધી ઘટાડો થયો છે. આ પહેલા વર્ષ 1996માં જુલાઈથી નવેમ્બર વચ્ચે સતત 5 મહિના સુધી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, આ 5 મહિનામાં નિફ્ટી 50 ઇન્ડેક્સ 26% ઘટ્યો હતો.
અમેરિકાથી યુરોપ સુધી કરવામાં આવેલા શૈક્ષણિક અભ્યાસ દર્શાવે છે કે જ્યારે પણ લોકો બજારમાં રોકાણ કરવાને લઈને નર્વસ અથવા ચિંતિત હોય છે, ત્યારે બજારે સરેરાશ કરતાં વધુ વળતર આપ્યું છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ તમને લાગે કે તમારે શેર વેચવા જોઈએ, SIP બંધ કરી દેવી જોઈએ અને માર્કેટમાંથી બહાર નીકળવું જોઈએ, ત્યારે બજારમાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.
વર્ષ 2008માં 21 જાન્યુઆરીએ સેન્સેક્સ એક જ દિવસમાં લગભગ 1400 પોઈન્ટ્સ તૂટ્યો હતો. 2008ના અંત સુધીમાં સેન્સેક્સ 20,465 પોઈન્ટથી ઘટીને 9716 પોઈન્ટ પર આવી ગયો હતો. સપ્ટેમ્બર 2010માં સેન્સેક્સે ફરીથી 20,000નો આંકડો પાર કર્યો. આ પછી, વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે, સેન્સેક્સ એક અઠવાડિયામાં 42,273 પોઇન્ટથી ઘટીને 28,288 પોઇન્ટ પર આવી ગયો. એપ્રિલ 2020થી તેમાં રિકવરી જોવા મળી હતી અને વર્ષના અંત સુધીમાં સેન્સેક્સ 47,751ના સ્તરે પહોંચી ગયો હતો.
આ એક સરળ વાત છે કે જ્યારે પણ માર્કેટમાં ઘટાડો થયો છે ત્યારે તેમાં ઝડપી રિકવરી પણ જોવા મળી છે. આવી સ્થિતિમાં, જે રોકાણકારોએ પહેલેથી જ રોકાણ કર્યું છે તેઓએ તેમનું રોકાણ ચાલુ રાખવું જોઈએ અને જેઓ નવું રોકાણ કરવા માંગે છે તેઓ થોડું-થોડું રોકાણ કરી શકે છે.
- સપ્ટેમ્બર 2024 થી અત્યાર સુધી નિફ્ટીમાં ઘટાડો
સપ્ટેમ્બર 2024માં, નિફ્ટીએ 27 સપ્ટેમ્બર 2024ના રોજ 26,277ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.
- ઓક્ટોબર 2024માં નિફ્ટીમાં 1605 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. 30 સપ્ટેમ્બરે નિફ્ટી 25,810 પર હતો અને 31
ઓક્ટોબરે તે 24,205 પર બંધ રહ્યો હતો.
- નવેમ્બર 2024માં નિફ્ટી 74 પોઈન્ટ ઘટીને 29 નવેમ્બરે મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે 24,131 પર બંધ થયો હતો.
- ડિસેમ્બર 2024માં નિફ્ટીમાં 487 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે 31 ડિસેમ્બરે તે 23,644ના સ્તરે બંધ રહ્યો હતો.
- જાન્યુઆરી 2025માં નવા વર્ષના પ્રથમ મહિનામાં નિફ્ટીમાં 136 પોઈન્ટનો ઘટાડો થયો હતો અને 31 જાન્યુઆરીએ તે 23,508ના સ્તરે બંધ થયો હતો.
- ફેબ્રુઆરી 2025 સુધી ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ છે. જાન્યુઆરીની સરખામણીમાં અત્યાર સુધીમાં તેમાં 1269 પોઈન્ટનો ઘટાડો થયો છે.