
બીએસઇ અને એનએસઇએ દિવાળીના ખાસ અવસર પર યોજાનાર 'મુહૂર્ત ટ્રેડિંગ'ના સમયની જાહેરાત કરી છે. દર વર્ષે દિવાળી પર, આ એક ખાસ એક કલાકનું ટ્રેડિંગ સેશન છે, જેનું આયોજન ધાર્મિક વિધિ તરીકે કરવામાં આવે છે. મુહૂર્ત ટ્રેડિંગ ભારતીય શેરબજારોમાં નવા હિંદુ કેલેન્ડર વર્ષની શરૂઆત દર્શાવે છે.
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ માહિતી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) એ નવેમ્બર 1, 2024 (શુક્રવાર) ના રોજ 'મુહૂરત ટ્રેડિંગ' તરીકે ઓળખાતા એક કલાકના વિશેષ ટ્રેડિંગ સત્રનું આયોજન કર્યું છે.
આ સત્ર સાંજે 6 થી 7 સુધી ચાલશે. તે દર વર્ષે દિવાળીના અવસરે રોકાણકારો માટે ખોલવામાં આવે છે અને તે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષ, સંવત 2081 ની શરૂઆત કરે છે.
દિવાળી નિમિત્તે સામાન્ય ટ્રેડિંગ સેશન બંધ રહેશે. આ દિવસે સાંજે માત્ર એક કલાકનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન રહેશે. મૂહર્ત ટ્રેડિંગનું પ્રિ-ઓપન સત્ર સાંજે 5.45 વાગ્યાથી 6.00 વાગ્યા સુધીનું રહેશે. આ સમય દરમિયાન શેરની ખરીદી અને વેચાણ થઈ શકે છે, પરંતુ આ મુખ્ય ટ્રેડિંગ પહેલા થાય છે, જેથી બજાર ઓપનિંગ માટે તૈયાર થઈ શકે. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન, રોકાણકારો શેરની ખરીદી અને વેચાણ કરી શકે છે, ફ્યુચર્સ ટ્રેડિંગ, કરન્સી ટ્રેડિંગ, ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ જેવા તમામ નાણાકીય વ્યવહારો એક કલાકની અંદર કરી શકે છે.
બીએસઇએ નોટિસ જારી કરી
બીએસઇની અધિકૃત વેબસાઇટ અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બર, 2024 (દિવાળી - લક્ષ્મી પૂજા)ના રોજ હાથ ધરવામાં આવશે. મુહૂર્તના ટ્રેડિંગના સમયની જાણ પછીથી કરવામાં આવશે. એક્સચેન્જ ઉપરોક્ત રજાઓમાં કોઈપણ ફેરફાર કરી શકે છે, જેના માટે અગાઉથી એક અલગ પરિપત્ર જારી કરવામાં આવશે.
મૂહર્ત ટ્રેડિંગ શું છે
મૂહરિત ટ્રેડિંગ દીવાળીના તહેવાર પર શેરબજારની જૂની પરંપરા છે, જે છેલ્લા 65 વર્ષથી ચાલી આવે છે. દીવાળીના દિવસે શેરબજારો બમધ રહેશે. પરંતુ સાંજે તેને એક કલાક માટે ખોલવામાં આવે છે, જેને મુહૂર્ત ટ્રેડિંગ કહેવામાં આવે છે. આ ટ્રેડિંગ સામાન્ય રીતે 6 થી 7 વાગ્યાની વચ્ચે થાય છે, જેમાં ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ જેવા સેગમેન્ટ્સમાં વ્યવહારો થાય છે.