
Operation Sindoor પછી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં અફરતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે, અઠવાડિયાના ચોથા દિવસે, પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સમાં 7 ટકાથી વધુનો ઘટાડો થયો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્ટોક એક્સચેન્જમાં વેપાર બંધ કરવાની ફરજ પડી હતી. 'ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અને તેમના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
સતત ચોથા દિવસે ઘટાડો
પાકિસ્તાનના શેરબજારમાં સતત ચોથો દિવસ ઘટાડો જોવા મળ્યો છે. આના એક દિવસ પહેલા એટલે કે બુધવારે પાકિસ્તાની શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે પાકિસ્તાનના શેરમાં 6.2% જેટલો ઘટાડો થયો હતો પરંતુ મોડેથી વેપાર થતાં કેટલાક નુકસાનમાંથી થોડી વસૂલાત થઈ હતી પરંતુ 3.09% ઘટાડો થયો હતો.