
ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, ચલણમાં રહેલી બે હજાર રૂપિયાની નોટ 98.18 ટકા બેંકિંગ સિસ્ટમમાં પરત આવી ગઈ છે. હવે માત્ર 6,471 કરોડ રૂપિયાની આવી નોટ જનકા પાસે છે. શનિવારે જાહેર કરેલ એક નિવેદનમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 2,000 રૂપિયાની ચલણી નોટની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.
આરબીઆઈએ 19 મે, 2023ના રોજ બે હજાર રૂપિયાની બેંક નોટને પ્રચલમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. એ સમયે ચલણમાં આ નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું. 28 ફેબ્રુઆરી 2025 સુધી આ આંકડા ઘટીને સીધા 6,471 કરોડ રૂપિયા રહી ગયા છે.
2,૦૦૦ રૂપિયાની નોટો જમા કરાવવાની પ્રક્રિયા
7 ઑક્ટોબર, 2023 સુધી, તમે બેંક શાખામાં જઈને 2૦૦૦ રૂપિયાની નોટો બદલી અથવા જમા કરાવી શકતા હતા, પરંતુ હવે જેની પાસે આ નોટ છે તે તેને રિઝર્વ બેંકની 19-જાહેર કચેરીઓમાં જમા કરાવી શકે છે. RBIની ઈશ્યૂ ઓફિસો 9 ઓક્ટોબર, 2023થી વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી 2000 રૂપિયાની નોટો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. દેશના લોકો માટે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, લોકો માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ભારતીય પોસ્ટ દ્વારા રિઝર્વ બેંકની આ કચેરીઓમાં 2000 રૂપિયાની નોટો મોકલવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જે પછીથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
શા માટે બે હજારની નોટ પરત લેવાઈ રહી છે?
આરબીઆઈ અનુસાર, ચલણમાંથી પરત લેવા છતાં બે હજાર રૂપિયાની નોટ ચલણી બની રહેશે. મહત્ત્વનું છે કે, બે હજાર રૂપિયાની નોટ પરત લેવી ભારતીય રિઝર્વ બેંકની સ્વચ્છ નોટ નીતિનો હિસ્સો છે, જેથી ક્ષતિગ્રસ્ત, નકલી અને ઓછા વપરાશ કરેલી નોટોને ચલણમાંથી હટાવી શકે.