Home / Business : Repo rate cut has no impact on the market, Sensex falls 380 points; Nifty closes at 22,399

રેપો રેટ ઘટાડાની બજાર પર કોઈ અસર નહીં, સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 22,399 પર બંધ

રેપો રેટ ઘટાડાની બજાર પર કોઈ અસર નહીં, સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 22,399 પર બંધ

વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બુધવારે (9 એપ્રિલ) ભારતીય શેરબજાર ફરી એકવાર ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વેપારી દેશો પર ટેરિફ લાદવાની સમયમર્યાદા નજીક આવતાં બજારમાં અસ્થિરતા જોવા મળી. જોકે, આરબીઆઇ દ્વારા રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યા  બાદ બજારમાં મર્યાદિત રેન્જમાં ટ્રેડિંગ જોવા મળ્યું. જ્યારે ટ્રમ્પ દ્વારા ફાર્મા સેક્ટર પર ટેરિફની જાહેરાતથી ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરો પર પણ નકારાત્મક અસર પડી અને નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2% ઘટ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે એટલે કે બુધવારે ૧૦૦ પોઈન્ટથી વધુ ઘટીને ૭૪,૧૦૩.૮૩ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે ઘટીને 73,673.06 પોઈન્ટ પર આવી ગયો હતો. અંતે, સેન્સેક્સ ૩૭૯.૯૩ પોઈન્ટ અથવા ૦.૫૧% ઘટીને ૭૩,૮૪૭.૧૫ પર બંધ થયો.

ફાર્મા શેરો દબાણમાં

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના નિફ્ટી-50 માં નબળો ટ્રેન્ડ જોવા મળ્યો. તે 22,460.30 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો. અંતે, નિફ્ટી ૧૩૬.૭૦ પોઈન્ટ અથવા ૦.૬૧% ઘટીને ૨૨,૩૯૯.૧૫ પર બંધ થયો.

આરબીઆઇએ રેપો રેટ પા ટકો ઘટાડીને છ ટકા કર્યો

ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે 9, એપ્રિલના રોજ પોલિસી દર 0.25 ટકા  ઘટાડીને છ ટકા કર્યા છે. આરબીઆઇએ તેની છેલ્લી બેઠક (7 ફેબ્રુઆરી)માં રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6.25% કર્યો હતો. ત્યારથી, કડક યુએસ ટેરિફને કારણે આર્થિક અનિશ્ચિતતા વધી છે. આનાથી કેન્દ્રીય બેંક તરફથી વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાઓ વધી ગઈ.

ટ્રમ્પે ચીન પર ૧૦૪% ટેરિફ લાદ્યો

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ વેપાર તણાવ હવે વધુ ઊંડો બની શકે છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે અમેરિકા બુધવાર (૮ એપ્રિલ) ના રોજ પૂર્વીય સમય મુજબ રાત્રે ૧૨:૦૧ વાગ્યા (૦૪૦૧ GMT)થી ચીન પર ૧૦૪ ટકા ટેરિફ લાદશે.

ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે ચીન જેવા કેટલાક દેશો અમેરિકા સાથે અનુચિત વેપાર કરી રહ્યા છે. તાજેતરના અઠવાડિયામાં, ટ્રમ્પે વારંવાર વિદેશી દેશો પર અમેરિકન માલ પર ભારે કર લાદવાનો અને અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

ત્રણ દિવસમાં રૂપિયો 1.45 તૂટ્યો

બ્લૂમબર્ગના ડેટા અનુસાર, મંગળવારે 86.26 પર બંધ થયા પછી સ્થાનિક ચલણ 43 પૈસા નબળું પડીને 86.69 પર બંધ થયું. યુએસ ટેરિફને કારણે વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વધી રહી છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ₹1.45 ઘટ્યું છે.

એફઆઇઆઇની વેચવાલી ચાલુ છે

ભારતીય શેરબજારોમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા વેચાણ ચાલુ છે. ૮ એપ્રિલના રોજ વિદેશી રોકાણકારોએ ૪,૯૯૪.૨૪ કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા હતા. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) એ મંગળવારે ૩,૦૯૭.૨૪ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આઇટી કંપનીઓને અમેરિકામાંથી આવકનો મોટો હિસ્સો આવે છે. તેમાં 2.2 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ આયાત પર નવા ટેરિફનો સંકેત આપ્યા બાદ ફાર્મા ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો થયો હતો. તેનાથી વિપરીત, આરબીઆઇએ નાણાકીય વર્ષ 2026  માટે ફુગાવાના અનુમાનને ઘટાડ્યા પછી, શહેરી વપરાશમાં સુધારો થવાનું કારણ આપીને ગ્રાહક શેરોમાં 1.8%નો વધારો થયો.

બજારમાં થોડા સમયની તેજી બાદ ઘટાડો આવ્યો અને ચડાવ ઉતારનો દૌર ચાલુ રહેવાને કારણે બજારમાં અડધો ટકાનો ઘટાડો આવ્યો હતો. ચીન પર નવા ટેરિફની જાહેરાત બાદ બજારની ધારણાઓ પ્રભવિત થઇ હતી. જેના કારણે બજારમાં સખત વોલેટાલિટી જોવા મળી હતી અને ત્યારબાદ બજારમાં લગભગ રેન્ડ બાઉન્ડ વેપારો થયા હતાં.

મંગળવારે  બજારમાં આવી હતી રિકવરી

આની પહેલા મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને એલ એન્ડ ટી જેવા હેવીવેઇટ શેરોમાં તેજી સાથે બજારમાં મજબૂત રિકવરી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ ૧૦૮૯.૧૮ પોઈન્ટ અથવા ૧.૪૯% ના મોટા ઉછાળા સાથે ૭૪,૨૨૭.૦૮ પર બંધ થયો. એનએસઇ નિફ્ટી 374.25 પોઈન્ટ અથવા 1.69% વધીને 22,535.85 પર બંધ થયો.

વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો મળી રહ્યા છે?

મંગળવારે યુએસ સ્ટોક ફ્યુચર્સ ઘટ્યા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સાથે જોડાયેલા ફ્યુચર્સ 1.2 ટકા ઘટ્યા. નાસ્ડેક 100 ફ્યુચર્સ 1.8 ટકા ઘટ્યા અને S&P 500 ફ્યુચર્સ 1.5 ટકા ઘટ્યા.

પાછલા ટ્રેડિંગ સત્રમાં વોલ સ્ટ્રીટ બેન્ચમાર્ક નીચા સ્તરે બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.84 ટકા ઘટીને 37,645.59 પર અને S&P 500 પણ 1.57 ટકા ઘટીને 4,982.77 પર બંધ રહ્યો. આ ઉપરાંત, નાસ્ડેક 2.15 ટકા ઘટીને 15,267.91 પર બંધ થયો. એશિયાઇ બજારોમાં જાપનનો નિક્કેઇ ઇન્ડેક્સ 225. પોઇન્ટ 2.72 ટકા ઘટ્યો.  દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.71 ટકા અને ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 1.35 ટકા ઘટ્યો હતો.

નિફ્ટી માટે 22,320 મહત્વપૂર્ણ સ્તર

અસિત સી. મહેતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરમીડિયેટ્સના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝ રિસર્ચ) હૃષિકેશ યેદવેના જણાવ્યા અનુસાર, ડેઇલી ચાર્ટ પર નિફ્ટીએ એક ગ્રીન કેન્ડલની રચના બનાવી છે અને પાછલા સત્રમાં 22,320ના અવરોધ ઉપર બનાવ્યો. આ નિરંતર લેવાલીમાં રૂચિ અને મજબુતિનો સંકેત આપે છે.  "ઉપરની બાજુએ, 22,800 એ સૌથી નજીકનો પ્રતિકાર સ્તર છે. જ્યારે 22,320 હવે નિર્ણાયક સપોર્ટ તરીકે કાર્ય કરશે. 22,800 થી ઉપર એક નિર્ણાયક મૂવની સંભાવના  ખોલી શકે છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ નિર્ણાયક સ્તરો પર નજર રાખે, જેથી સંભવિત ટ્રેડિંગ તકોનો લાભ લઈ શકાય."

Related News

Icon