Home / Business : Stock market sees strong rally ahead of budget, Sensex jumps 740 points

Budget: બજેટ પૂર્વે સતત ચોથા દિવસે શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો

Budget: બજેટ પૂર્વે સતત ચોથા દિવસે શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો

Budget: નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે આજે રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં સકારાત્મક ગ્રોથ અંદાજના કારણે શેરબજારને વેગ મળ્યો છે. આ બજેટમાં રોજગારી અને મધ્યમવર્ગ પર ફોકસ થવાની અપેક્ષા સાથે દેશના ગ્રોથલક્ષી નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી છે. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી સળંગ ચોથા દિવસે સુધર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય બેન્ટ માર્ક ઇન્ડેક્સ 31 જાન્યુઆરીના રોજ સળંગ ચોથા કારોબારી સત્રમાં ઉછાળા સાથે બંધ રહ્યા હતાં. આર્થિક સર્વેને કારણે આજે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 740.76 પોઈન્ટ અથવા 0.97 ટકાના ઉછાળા સાથે 77,500.57 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 258.90 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઉછાળા સાથે 23,508.40 પર બંધ થયો હતો. કુલ 2,635 શેર વધ્યા, 1,131 શેર ઘટ્યા, જ્યારે 120 શેર યથાવત રહ્યા.

નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં ટાટા કન્ઝ્યુમર, ટ્રેન્ટ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, નેસ્લે ઈન્ડિયા અને એલએન્ડટીનો સમાવેશ થાય છે, જ્યારે નુકસાનમાં ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ, એપોલો હોસ્પિટલ્સ અને જેએસડબ્લ્યુ સ્ટીલનો સમાવેશ થાય છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, પીએસયુ, રિયલ્ટી અને એફએમસીજી 2 ટકા સુધી વધ્યા હતા, જ્યારે કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ લગભગ 4 ટકા વધ્યા હતા.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીડીપી પર ફોકસથી શેરો ઉછળ્યા

આવતીકાલે રજૂ થનારા બજેટમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ ફાળવણી તેમજ જીડીપી ગ્રોથ કેન્દ્રીત સુધારાઓ અમલમાં મૂકે તેવી શક્યતાઓ સાથે બીએસઈ ખાતે પાવર, રિયાલ્ટી, ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યા હતા. કેપિટલ ગુડ્સ 3.89 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 2.77 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

પીએસયુ શેરોમાં આકર્ષક ખરીદી

આજે સરકારી કંપનીઓના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી હતી. પીએસયુ સેગમેન્ટમાં બેન્ક ઓફ બરોડા, આઈટીઆઈ, અને એમઆરપીએલ સિવાય તમામ 60 શેરો 3થી 9 ટકા સુધી ઉછળ્યા હતા. જેમાં ઈરકોન 9.35 ટકા, આરવીએનએલ 9.01 ટકા, BEML 8.60 ટકા, એનબીસીસી 7.14 ટકા, જીઆરએસઈ 6.92 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો હતો. આ પીએસયુ ઈન્ડેક્સ 2.59 ટકા ઉછાળી 18391.93 પર બંધ રહ્યો હતો.

નબળી માગ-રૂપિયો અને વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે માર્કેટ સેન્ટિમેન્ટ નકારાત્મક છે. શેરબજાર ઓવરસોલ્ડ કંડિશનમાં છે. નિફ્ટી તેના પીક પરથી 10.7 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે કેપેક્સ ટાર્ગેટ 11.1 લાખ કરોડ થયો છે. જે 10-12 ટકા ઘટવાનો અંદાજ છે. ડોલર સામે રૂપિયો સ્થિર રાખવા આરબીઆઈએ બેન્કોમાં 600 અબજ રૂપિયા ઠાલવ્યા છે. જે રૂપિયાને વધુ તૂટતો અટકાવી શકે છે.


Icon