Home / Business : Stock market witnessed a rally today, Sensex jumped 860 points after opened

શેરબજારમાં આજે જોવા મળી તેજી, માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ 860 પોઈન્ટના ઉછાળે

શેરબજારમાં આજે જોવા મળી તેજી, માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ 860 પોઈન્ટના ઉછાળે

શેરબજારમાં નીચા મથાળે લેવાલીનું પ્રમાણ વધતાં આજે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 860.58 પોઈન્ટ ઉછળી ફરી પાછો 80,000 થયો હતો. બજારને આજે બેન્કિંગ, એનર્જી અન ઓઈલ-ગેસ શેર્સમાં મોટાપાયે ખરીદીનો ટેકો મળ્યો છે. રોકાણકારોની મૂડી રૂ. 3 લાખ કરોડ વધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નિફ્ટી 24300 નજીક

નિફ્ટી50 આજે તેજી માટે અત્યંત મહત્ત્વની ટેકા સપાટી 23300 નજીક પહોંચ્યો હતો. જે 200થી વધુ પોઈન્ટ ઉછળી 24283 થયો હતો. 10.30 વાગ્યે 195.80 પોઈન્ટના ઉછાળે 24235.15 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી પણ 563 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.ગત સપ્તાહે શેરબજારમાં ભારે અફરાતફરી મચ્યા બાદ હવે સુધારા તરફી માહોલ જોવા મળ્યો છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ કુલ રૂ. 32465 કરોડની ખરીદી નોંધાવી છે. વિદેશી શેરબજાર, યુએસ બોન્ડ અને ડોલરમાં કડકાના પગલે વિદેશી રોકાણકારો ફરી પાછા ભારતીય શેરબજાર તરફ ડાયવર્ટ થયા છે. વધુમાં સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો તેમજ એશિયન બજારમાં સુધારાની અસર પણ થઈ છે.

શેરબજારમાં ઉછાળાના કારણ

1. વિદેશી રોકાણકારોની છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનથી 32 હજાર કરોડની ખરીદી

2. અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારોમાં સફળતાની શક્યતા

3. અમેરિકી ડોલર ઈન્ડેક્સ બે વર્ષ બાદ ફરી મંદીમાં

4. બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટ્યા, રૂપિયો મજબૂત બન્યો

5. સ્થાનિક સ્તરે મજબૂત જીડીપી ગ્રોથ અને ફુગાવામાં સુધારાની અસર

6. ટોચની કંપનીઓના અપેક્ષા કરતાં મજબૂત ત્રિમાસિક પરિણામો

બેન્કેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ શેર્સમાં ખરીદી સતત વધી રહી છે. બીએસઈ બેન્કેક્સ આજે 812 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડરલ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એસબીઆઈ અને કેનેરા બેન્કના શેર્સ આજે ટોપ ગેનર રહ્યા છે. ડીસીબી બેન્કનો શેર 9.17 ટકા, આરબીએલ 6.87 ટકા ઉછળ્યો છે.

Related News

Icon