Home / Business : There are less than 9 percentage female fund manager in India

Women's Day / રોકાણ ક્ષેત્રે આગળ વધી રહી છે સ્ત્રીઓ, છતાં ભારતમાં મહિલા ફંડ મેનેજર માત્ર 8.88 ટકા

Women's Day / રોકાણ ક્ષેત્રે આગળ વધી રહી છે સ્ત્રીઓ, છતાં ભારતમાં મહિલા ફંડ મેનેજર માત્ર 8.88 ટકા

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓની આગેકૂચ બહુ લોકોએ આવકારી છે. બિઝનેસ ક્ષેત્રે મહિલાઓને કોઈ યુદ્ધ નથી કરવાનું પરંતુ, તેમની શાર્પ બુદ્ધિ અને વહિવટની નિપુણતાને બતાવવાની હોય છે. માર્કેટના આશ્ચર્ય વચ્ચે મહિલાઓ કોમર્સ અને બિઝનેસ ક્ષેત્રે ટોપમાં જોવા મળી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બિઝનેસ ક્ષેત્રે મહિલાઓની આગેકૂચ

ફંડ મેનેજરની વાત કરીએ તો 2017માં મહિલા ફંડ મેનેજરોની સંખ્યા માંડ 18 જેટલી હતી આજે તે વધીને બમણી થઈ ગઈ છે. તેમ છતાંય ભારતમાં મહિલા ફંડ મેનેજરો માંડ 8.88 ટકા છે. કોમર્સ અને બિઝનેસ ક્ષેત્રે મહિલાઓને ટોપ પર પહોંચવાની પુરતી સવલતો મળે છે. તેમના માટે આ ક્ષેત્ર બહુ ફેવરેબલ પણ છે. અહીં ટોચ પર પહોંચેલી મહિલાઓને માર્કેટની ક્વિન કહી શકાય છે. શેર બજાર પર નિયંત્રણ રાખતી સંસ્થા સેબીના વડા તરીકે ગત મહિના સુધી માધવી પુરી બુચ હતા. દેશના નાણા પ્રધાન પદે પણ મહિલા છે જે આગળ વધવા મથતી મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. ઈન્વેસ્ટમેન્ટ મેનેજર, એનાલિસ્ટ, કે માર્કેટીંગ ક્ષેત્ર જે પુરૂષોના વર્ચસ્વવાળા હતા, ત્યાં આજે મહિલાઓની હાજરી જોવા મળી રહી છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓની વિશેષ હાજરી જોવા મળી રહી છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધી

રાજકારણમાં કામ કરતી મહિલાઓ તો લોકોને જોવા મળે છે, પરંતુ અન્ય ક્ષેત્રે મહિલાઓ સાયલન્ટ રહીને કામ કરતી હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 10 મિલિયન રજીસ્ટર્ડ રોકાણકારો હતા તે પૈકી પાંચમાંથી એક રોકાણકાર મહિલા હોય છે. દેશના બજારોમાં 473 ફંડ મેનેજરો છે, આજે ત્યાં 42 મહિલાઓ પણ છે. આ સંખ્યા ભલે ઓછી હોય પણ તે 6.66 લાખ કરોડનું ફંડ ભેગું કરી શક્યા હતા.

63 વર્ષના એક મહિલા ફંડ મેનેજરે કહ્યું હતું કે, લક્ષ્મી (સમૃદ્ધિ-સંપત્તિના દેવી) અને સરસ્વતી (જ્ઞાન, સંગીત, કળા અને વહિવિટી બુદ્ધિના દેવી) ને મહિલાઓની બુદ્ધિ સાથે સરખાવી શકાય. ફાયાનાન્સનું પ્લાનિંગ અને રોકાણનું મેનેજમેન્ટ માત્ર પુરૂષો કરી શકે છે, તે વર્ષો જૂની વાતમાં અનેક મહિલાઓએ ગાબડું પાડ્યું હતું. આવું ગાબડું પાડવામાં દિપા મહેતા, અમિશા વોરા, પ્રીતી રાઠી, દેવિના મહેરા, લક્ષ્મી અય્યર, રાધિકા ગુપ્તા વગેરેનો સમાવેશ થાય છે. આ લોકો ઘરના મોરચાની સાથે બિઝનેસનો મોરચો પણ સફળતા પૂર્વ સંભાળતા હતા. 

બોમ્બે સ્ટોક એકસચેન્જમાં દિના મહેતા પહેલા મહિલા ડાયરેક્ટર બન્યા હતા. તે છેલ્લા 32 વર્ષથી સ્ટોક બ્રોકર છે 2001માં તે બોમ્બે સ્ટોક એક્સચેન્જના પહેલાં મહિલા પ્રમુખ બન્યા હતા. શેર બજારમાં તે ખૂંપી ગયા હતા એમ કહી શકાય. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઘરે-ઘરે જાણીતું નામ છે. તેમને શેરબજારના મહિલા પાયોનિયર કહી શકાય, કેમકે તે શેરબજારમાં પ્રવેશનાર પહેલા મહિલા સ્ટોક બ્રોકર હતા. બીએસઈમાં તે બે વર્ષ માટે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે રહ્યા હતા  તેમજ છ વર્ષમાં એસોસીયેટ્‌સ તરીકે રહ્યા હતા.

મહિલાઓએ આગળ વધવા ટાઈમ મેનેજમેન્ટ મહત્ત્વનું

ટોપ પર આવેલી મહિલાઓ કહે છે કે આગળ વધવા મથતી મહિલાઓએ તેમના કામની પ્રાયોરીટી નક્કી કરીને આગળ વધવું જોઈએ. ફેમિલી અને બિઝનેસ બંને એક સાથે સંભાળી શકાય છે પરંતુ તે માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ મહત્ત્વનું બની જતું હોય છે.

Related News

Icon