Home / Business : Zydus to develop first-ever typhoid-shigella combo vaccine with Gates support

ઝાયડસ શિશુઓ-બાળકો માટે શિગેલોસિસ અને ટાઇફોઇડ સામે સુરક્ષા પૂરી પાડવા વિશ્વની સૌપ્રથમ કોમ્બિનેશન રસી વિકસાવશે

ઝાયડસ શિશુઓ-બાળકો માટે શિગેલોસિસ અને ટાઇફોઇડ સામે સુરક્ષા પૂરી પાડવા વિશ્વની સૌપ્રથમ કોમ્બિનેશન રસી વિકસાવશે

ઈનોવેશન આધારિત ગ્લોબલ લાઈફસાયન્સિસ કંપની ઝાયડસ લાઈફસાયન્સિસ લિમિટેડે (તેની પેટાકપનીઓ કે સહયોગીઓ સહિતના એકમોને અહીં “Zydus” તરીકે ઓળખવામાં આવશે) શિગેલોસિસ અને ટાઇફોઈડ સામે રક્ષણ આપતી કોમ્બિનેશન વેક્સિન બનાવવા પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાની જાહેરાત કરી છે. વિશ્વમાં સૌપ્રથમ વખત વિકસાવાઇ રહેલી આ કોમ્બિનેશન વેક્સિન જીવલેણ એન્ટેરિક બીમારીઓ ટાઈફોઈડ અને શિગેલા સામે સુરક્ષા પૂરી પાડવા માટેની સંભાવનાઓ સાથે ભારતની ઈનોવેશન ક્ષેત્રે ક્ષમતાઓને દર્શાવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઝાયડસ આ કોમ્બિનેશન વેક્સિન માટે પ્રારંભિક સ્તરનો વિકાસ, એનિમલ ઈમ્યુનોજીનિસિટી સ્ટડીઝ અને રેગ્યુલેટરી પ્રીક્લિનિકલ ટોક્સિકોલોજી સ્ટડીઝ હાથ ધરશે. આ પ્રોજેક્ટ માર્ચ, 2025માં શરૂ થવાની સંભાવના છે અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રહેશે.

ગેટ્સ ફાઉન્ડેશનના સહયોગથી ઝાયડસ રસી વિકસાવશે 

નોવેલ, કિફાયતી અને ખૂબ જ પ્રભાવશાળી વેક્સિનમાં વિશેષતા ધરાવતી ગ્લોબલ લાઇફસાયન્સિસ કંપની ઝાયડસ પોતાની ડબ્લ્યુએચઓ પ્રીક્વોલિફાઇડ ટાઇફોઇડ કોન્જ્યુગેટ વેક્સિન (ZyVacTM TCV) અને ઝાયડસના પાર્ટનરની શિગેલા વેક્સિનનો ઉપયોગ કરીને કોમ્બિનેશન વેક્સિનના સંશોધન અને સહ-વિકાસ માટે પાર્ટનર સાથે સહયોગ કરશે.
 
બીમારીઓને નિવારવા અને નિયંત્રિત કરવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે. ટીસીવી-શિગેલા કોમ્બિનેશન વેક્સિનનો ઉદ્દેશ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એવા વિસ્તારોમાં શિગેલા બેક્ટેરિયાથી થતી ડાયેરિલ બીમારી શિગેલોસિસ અને સાલ્મોનેલા બેક્ટેરિયાથી થતા ટાઇફોઇડ ફિવરથી બચાવવાનો છે જ્યાં આ બંને રોગો સ્થાનિક હોય છે. વેક્સિનોનું આ કોમ્બિનેશન જો સફળ રહેશે તો તે વૈશ્વિક સ્તરે પ્રસ્તુ એવી આ બે જીવલેણ આંતરડાની બીમારીઓ સામે બાળકોને સુરક્ષા પૂરી પાડશે. બાળકોને નાનપણમાં રસીઓ આપવાના સમયપત્રકો વધુને વધુ ગીચ, ખર્ચાળ અને બિનટકાઉ બની રહ્યા છે ત્યારે આ સ્થિતિમાં તે સંભવિતપણે એક સક્ષમ ઉકેલ પૂરો પાડશે.

આ ગતિવિધિ અંગે ઝાયડસ લાઇફ સાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે અમે ટીસીવી શિગેલા કોમ્બિનેશન વેક્સિનના વિકાસ માટે અમારા પાર્ટનર અને ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગ કરવાની આ તકનું સ્વાગત કરીએ છીએ. ઇનોવેશન થકી અંતર ઘટાડવા માટેની અમારી વર્તમાન પ્રતિબદ્ધતા તરફ આ વધુ એક પગલું છે. મહત્વના પાર્ટનર્સ સાથે સહયોગ સાધીને અને નોવેલ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે અમારી સંશોધન તથા વિકાસ ક્ષમતાઓનો લાભ લઈને અમે ઉચ્ચ ગુણવત્તાની અને કિફાયતી વેક્સિન થકી ઉકેલ ન મેળવેલી જરૂરિયાતોનું અંતર ઘટાડી શકીશું જે વૈશ્વિક જાહેર આરોગ્યમાં ટકાઉ અસર ઊભી કરી શકે છે.

ગેટ્સ ફાઉન્ડેશનના કન્ટ્રી ડિરેક્ટર શ્રી એમ હરિ મેનને ઉમેર્યું હતું કે ગેટ્સ ફાઉન્ડેશને હંમેશા એવા પ્રયાસોને ટેકો આપ્યો છે જે બાળકોની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય. અમે ઝાયડસની આ પહેલને ટેકો આપતા રોમાંચિત છીએ જે ભારતના વિજ્ઞાન અને નવીનતાની નિપુણતાનો લાભ લેશે અને ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં બાળકોની સુરક્ષા કરવામાં નોંધપાત્ર રીતે યોગદાન આપવાની સંભાવના ધરાવે છે.

Related News

Icon