Home / Gujarat / Gandhinagar : CAG report presented in the assembly 25 percent of doctors' posts are vacant in the state

વિધાનસભામાં રજૂ થયો CAGનો રિપોર્ટ, રાજ્યમાં 25 ટકાથી વધુ ડોક્ટરોની જગ્યાઓ ખાલી

વિધાનસભામાં રજૂ થયો CAGનો રિપોર્ટ, રાજ્યમાં 25 ટકાથી વધુ ડોક્ટરોની જગ્યાઓ ખાલી

ગુજરાત વિધાનસભાના છેલ્લા દિવસે આરોગ્યસંભાળ વ્યવસ્થામાં ખાલીખમ જગ્યો હોવાનો અહેવાલ જાહેર થયો છે. કન્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીમાં રાજ્યમાં 25 % જેટલા ડોકટરોની અછતનો આંકડો જાહેર થયો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેગની ટિપ્પણીમાં રાજ્યના જાહેર આરોગ્ય સંસ્થાઓમાં માનવ સંશાધનની તંગી એક મોટો પડકારરૂપ મુદ્દો બની ગઈ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, 2016-22 દરમિયાન 9,983 આરોગ્યસંભાળ કર્મચારીઓને નિયુક્ત કરાયા હતા, છતાં માર્ચ 2022 સુધી ડૉક્ટરો, નર્સો અને પેરામેડિક્સમાં અનુક્રમે 23%, 6% અને 23%ની અછત છે. 

રાજ્યના 33 જિલ્લાઓમાંથી 22 જિલ્લાઓમાં ડૉક્ટરોની 25% કરતા વધુ અછત નોંધાઈ છે. પેરામેડિક્સની કમી 19 જિલ્લાઓમાં વધી રહી છે. આ સ્થિતિ અરજિયાત બનાવે છે કે પ્રાથમિક આરોગ્યસંભાળ સુવિધાઓમાં (PHCFs) ડૉક્ટરો અને પેરામેડિક્સના પ્રમાણમાં ભૌગોલિક રીતે યોગ્ય વહેચણી સુનિશ્ચિત કરવામાં આવે.
 
મહિલા અને બાળકોના આરોગ્ય કેન્દ્રો (MCHs)માં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓમાંથી 28% ખાલી છે, જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં (DHs) આ આંકડો 36% છે અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં (SDHs) 51% સુધી પહોંચી ગયો છે. વધુમાં, DHsમાં ડૉક્ટરોની 18%, નર્સોની 7%, અને પેરામેડિક્સની 46% જગ્યાઓ હજુ ખાલી છે.

રાષ્ટ્રીય સ્વસ્થતા અભિયાન યોજનામાં પણ સ્થિતી ચિંતાજનક છે, જ્યાં 8,208 મંજૂર જગ્યોમાંથી 1,510 જગ્યો (18%) ખાલી છે. આ સિવાય, ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો પ્રમાણે નર્સિંગ કોલેજો અને સ્કૂલોમાં 76% શૈક્ષણિક કર્મચારીની અછત નોંધાઈ છે.

આ વિપરીત સ્થિતિમાં રાજ્ય સરકાર માટે મેડિકલ અને નર્સિંગ કોલેજો સાથે આરોગ્યસંભાળ સુવિધાઓમાં લોકોને નિયુક્ત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અનિવાર્યતા છે. આરોગ્યસંભાળમાં કર્મચારીગણના ખાલીપાને દૂર કર્યા વિના, સાર્વજનિક આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવામાં પડકારો રહેશે.

 

Related News

Icon