કેલિફોર્નિયાએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાના નિર્ણય સામે આ દાવો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના અધિકારીઓએ આ પગલાને "ગેરકાયદેસર" ગણાવ્યું છે અને કહ્યું છે કે તે "પહેલાથી જ તણાવપૂર્ણ વાતાવરણને વધુ ખરાબ કરી શકે છે". સોમવારે મુકદ્દમાની જાહેરાત કરતા, કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હદ ઓળંગી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના સૈનિકો તૈનાત કર્યા છે. બોન્ટાએ પોતાના નિવેદનમાં કહ્યું, 'હું સ્પષ્ટ કરી દઉં કે, કોઈ હુમલો કે બળવો થયો નથી. રાષ્ટ્રપતિ પોતાના રાજકીય હિતોને આગળ વધારવા માટે જાણી જોઈને જમીન પર અરાજકતા અને કટોકટી ઉભી કરી રહ્યા છે.

