Home / Gujarat / Gandhinagar : Holidays of all officers and employees of Gujarat Police cancelled

ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ

ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ

રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી તમામને ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ રાજ્યોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે. આજે (7 મે, 2025) સાંજે 4 વાગે અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં સાઇરન વગાડી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ શરૂ કરાઇ હતી અને ત્યારબાદ બ્લેક આઉટ થશે. બ્લેક આઉટ સાંજે 7.30 થી 9:00 વાગ્યા દરમિયાન ઝોન વાઇઝ બ્લેક આઉટ યોજાશે. 

પૂર્વ ગુજરાતના સાત જિલ્લા ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં 7.30 થી 8:00 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લા જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8:00 થી 8.30 સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના  6 જિલ્લા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં 8.30થી 9:00 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે. 

મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’

 

 

 

Related News

Icon