Home / Career : LIC HFL Apprentice Recruitment 2025 apply today

JOB / LIC HFLમાં એપ્રેન્ટિસશિપ મેળવવાની સુવર્ણ તક, જાણો કોણ કરી શકે છે અરજી

JOB / LIC HFLમાં એપ્રેન્ટિસશિપ મેળવવાની સુવર્ણ તક, જાણો કોણ કરી શકે છે અરજી

નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સરકારી વીમા કંપની લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ના હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (HFL) માં એપ્રેન્ટિસશિપની 250 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં જોડાવા માટે ઉમેદવારો છેલ્લી તારીખ 28 જૂન 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી ફોર્મ NATSના પોર્ટલ nats.education.gov.in પર જઈને ભરી શકાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લાયકાત શું છે?

LIC HFL એપ્રેન્ટિસશિપ ભરતીમાં અરજી કરવા માટે, ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન કરેલ હોવું ફરજિયાત છે. આ સાથે, ઉમેદવારની લઘુત્તમ ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મહત્તમ ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, રિઝર્વેશન કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વયમાં છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 1 જૂન  2025ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

અરજી ફી

ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સાથે, ઉમેદવારોએ કેટેગરી મુજબ નિર્ધારિત ફી જમા કરાવવાની રહેશે, અરજી ફી વિના તમારું ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 944 રૂપિયા, SC/STના ઉમેદવારોએ 708 રૂપિયા અને PWD કેટેગરીના ઉમેદવારોએ 474 રૂપિયા ચૂકવવાના રહેશે. ફી ઓનલાઈન મોડ દ્વારા જમા કરાવી શકાય છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે, ઉમેદવારોએ પહેલા પ્રવેશ પરીક્ષામાં હાજર રહેવું પડશે. પ્રવેશ પરીક્ષા 3 જુલાઈ 2025ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ તબક્કો 8થી 9 જુલાઈ 2025 દરમિયાન યોજાશે. સફળ ઉમેદવારોને 10 અને 11 જુલાઈના રોજ ઓફર લેટર્સ આપવામાં આવશે.

ભરતી વિગતો

આ ભરતી દ્વારા, દેશના વિવિધ રાજ્યોમાં કુલ 250 ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 12 મહિનાના સમયગાળા માટે એપ્રેન્ટિસશિપ પર રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ઉમેદવારોને દર મહિને 12,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ભરતી સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર નોટીફિકેશન ચેક કરી શકે છે.

Related News

Icon