Home / Career : Opportunity for NCC cadets to become officers in the Indian Army

NCC કેડેટ્સ માટે ભારતીય સેનામાં ઓફિસર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી

NCC કેડેટ્સ માટે ભારતીય સેનામાં ઓફિસર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી

આ સમાચાર ભારતીય સેનામાં ઓફિસર બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે ઉપયોગી થઈ શકે છે. ભારતીય સેનામાં NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ હેઠળ ભરતી કરવામાં આવી રહી છે, જેના માટે ઉમેદવારો 15 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે. કુલ 76 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ચાલો જાણીએ આ ભરતી માટે કોણ અરજી કરી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખાલી જગ્યાઓની વિગતો

  • NCC (પુરૂષ) - 70 જગ્યાઓ
  • NCC (મહિલા) - 06 જગ્યાઓ

કોણ અરજી કરી શકે છે?

અરજી કરવા માટે, ઉમેદવારો પાસે NCC 'C' સર્ટીફીકેટમાં ઓછામાં ઓછો 'B' ગ્રેડ હોવો આવશ્યક છે. ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.

ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 જુલાઈ 2025ના આધારે કરવામાં આવશે. આ બધાની સાથે, ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં લાયકાત કાળજીપૂર્વક વાંચ્યા પછી જ અરજી કરવી જોઈએ.

પસંદગી કેવી રીતે થશે?

પસંદગી માટે સૌપ્રથમ માર્ક્સ મુજબ શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી, SSB અને મેડિકલ ટેસ્ટ પછી મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. મળતી માહિતી મુજબ, લેફ્ટનન્ટ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોની તાલીમ 49 અઠવાડિયાની રહેશે. આ સમયગાળા દરમિયાન, દર મહિને 56,100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પછી ઉમેદવારોને લેફ્ટનન્ટનો હોદ્દો મળશે. આ પોસ્ટ માટે વાર્ષિક 17થી 18 લાખ સીટીસી આપવામાં આવી શકે છે.

Related News

Icon