કાયદાનો ભંગ કરીને આરોપી ભૂલી જતા હોય છે પરંતુ કાયદો આરોપીને ક્યારેય ભૂલતો નથી. આ વાત ચરિતાર્થ થતી હોય તે રીતે સુરતમાં 34 વર્ષ અગાઉ 60 લાખના યાર્નની કાપડ ચિટીંગ કરીને નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પોલીસ પકડથી બચવા એક રાજ્યથી બીજા રાજ્યમાં પોતાના ઠેકાણા બદલતો હતો. ટ્રક ડ્રાઈવર બની ગયો હતો સાથે જ ટ્રકમાં જ જીવન ગુજારતો હતો. જો કે, પોલીસે છત્તીસગઢમાં આરોપીનો 250 કિમી પીછો કરીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

