છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ સિહાદા રોડ ઉપર લો લેવલ ના કોઝ વે માં અનાજ ભરેલો ટેમ્પો ખૂંપી ગયો હતો. લો લેવલ ના કોઝ વે નું કોક્રેટ હલકી કક્ષાનું હોવાથી ટેમ્પા ના ટાયર જ એક એક ફૂટ ઉતરી ગયા હતાં. જેથી ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો.
ડ્રાઈવરનો બચાવ
કવાંટ સરકારી ગોડાઉન માંથી અનાજ ભરી અને પાનવડ સિહાદા રોડ ઉપર સિહાદા ગામે સસ્તા અનાજ ની દુકાને અનાજ ખાલી કરવા માટે ટેમ્પો જતો હતો જ્યારે સિહાદા ગામ પાસે કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવેલ લો લેવલ કોઝ વે ઉપર આ ઘટના બની સદનસીબે ડ્રાઈવર નો બચાવ થયો હતો.
રિપેરિંગની ઉઠી માગ
છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગ ના લો લેવલ ના કોઝ વે માં હલ્કી કક્ષાનું કોક્રેટ હોવાથી અનેક ગામોમાં આવી ઘટના બને છે ચોમાસા માં આવી ઘટના બને તો મોટી જાનહાનિ થાય પંચાયત માર્ગ મકાન વિભાગ આવા કોઝ વે વહેલા રિપેર કરાવવા જોઈએ તેવી માગ ઉઠી છે.