Home / Gujarat / Chhota Udaipur : Punitive action for being shown absent in board exam results

Chhotaudepur News: બોર્ડની પરીક્ષામાં પરિણામમાં ગેરહાજર બતાવાતા શિક્ષાત્મક કાર્યવાહી, વિદ્યાર્થિનીને પરિણામ મળે તે માટે દોડધામ

Chhotaudepur News: બોર્ડની પરીક્ષામાં પરિણામમાં ગેરહાજર બતાવાતા શિક્ષાત્મક કાર્યવાહી, વિદ્યાર્થિનીને પરિણામ મળે તે માટે દોડધામ

નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થિનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. છતાંય તેના પરિણામમાં તેને ગેરહાજર બતાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લીધી હતી. કેન્દ્ર સંચાલક તેમજ વર્ગખંડમાં પરીક્ષામાં ફરજ બજાવનાર તમામ શિક્ષકોને નોટિસ આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપર ખુલાસા માટે બોલાવવામાં આવ્યા હતાં. માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઇડલાઇન મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આદર્શ નિવાસી શાળામાંથી પરીક્ષા આપી હતી

નસવાડી તાલુકાના આકોના ગામની અંકીશાબેન તીરથસિંહ પરમાર નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરમાં ધોરણ 10નો અભ્યાસ કર્યો અને બોર્ડની પરીક્ષામાં નસવાડી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા આપી હતી. આ જ પરીક્ષા કેન્દ્ર માં મદની સ્કૂલ નો વિદ્યાર્થી અલ્બાક્ષભાઈ સબીરભાઈ મકરાણી એ પરીક્ષા આપી ના હતી પરંતુ તેને પાસ કરવામાં આવ્યો પરંતુ વિદ્યાર્થિનીને નાપાસ કરવામાં આવી આ ઘટના બહાર આવતા છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા જયારે તેઓના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્ર માં ફરજ બજાવનાર કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને 30 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક પરીક્ષા કેન્દ્ર ના વર્ગ ખંડ માં ફરજ બજાવતા હોય ત્યારે બારકોડ સ્ટીકર મારતા હોય ત્યારે હાજર વિદ્યાર્થી છે કે નહિ તેનું પૂરેપૂરું ધ્યાન આપવાનું હોય છે અને ચકાસણી કરવાની હોય છે 

તપાસની કાર્યવાહી

6 દિવસ સુધી અલગ અલગ દિવસે પરીક્ષા કેન્દ્ર ના વર્ગખંડ માં 6 શિક્ષકો ફરજ બજાવી છે તમામ શિક્ષકો એ હોલ ટિકિટ માં સહી કરી છે ત્યારે તેઓએ ફરજ દરમિયાન ધ્યાન આપ્યું નથી જે સ્પષ્ટ દેખાઈ આવે છે જયારે જે વિદ્યાર્થી હાજર હોય પરીક્ષા આપતો હોય તેને ગેરહાજર બતાવી ને શિક્ષકો એ ગંભીર બેદરકારી રાખી છે સાથે પરીક્ષા કેન્દ્ર ના બિલ્ડીંગ સુપરવાઈઝર ની નિમણુંક કરવામાં આવે છે તેઓએ પણ આનું ધ્યાન રાખવાનું હોય છે ત્યારે તમામ કર્મચારીઓ પરીક્ષા કેન્દ્ર માં ફરજ બજાવવામાં નિષ્ફળ રહેતા તમામ ને નોટીશ આપવામાં આવી છે અને ખુલાસા માટે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી છોટાઉદેપુર ઉપર બોલાવવામાં આવ્યા છે અને તમામ ના જવાબો લેવામાં આવશે હાલ તો તપાસ ની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે અને જે વિદ્યાર્થીની એ પરીક્ષા આપી હતી તેને ઝડપ થી પરિણામ મળી જાય તે માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી એસ બી સોલંકી વિદ્યામંદિર ના પ્રિન્સિપાલ ને પણ આ વિદ્યાર્થીની ને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી નોટીશ આપી છે નસવાડી ની આદર્શ નિવાસી શાળા માં પરીક્ષા ખંડ માં તેમજ બિલ્ડીંગ સુપરવાઈઝર ના નામ  1,પી એ તડવી, 2, ડી જી ગામીત,,3,એમ આર રાઠવા, 4, જી એસ ચાવડા, 5, એ કે રાઠવા, 6,પી. વી. જાની..આદર્શ નિવાસી શાળા (કુમાર) નસવાડી

 

Related News

Icon