છોટાઉદેપુર નજીક આર્ચરી એકેડેમી પાસે 2 એકર જમીનમાં રૂ.11.60 કરોડના ખર્ચે બની રહ્યું છે. જિલ્લા કક્ષાનું રમત ગમત સંકુલ છે. રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા PIUના નેજા હેઠળ બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે સાંસદની ઔપચારિક મુલાકાતમાં PIU વિભાગની પોલ ખુલી ગઈ છે. કરોડોના ખર્ચે નિર્માણાધિન જિલ્લા કક્ષાના રમત ગમત સંકુલ ઉપર કોઈ સુપરવિઝન ન હોવાનું સામે આવ્યું છે. સાંસદની મુલાકાત દરમિયાન માત્ર શ્રમિકો કામ કરતા જોવા મળ્યા હતાં. કામગીરીના નિરીક્ષણ માટે વિભાગના કોઈ કર્મચારી કે અધિકારી ન હોવાને લઈ સાંસદે દુઃખ સાથે વ્યક્ત કરી ચિંતા કરી હતી. સુપરવિઝન વિના કરાતા બાંધકામની ગુણવત્તા સામે ઊભા થયા સવાલ ઉભા કર્યા હતાં.