Home / India : Army press conference after ceasefire

VIDEO: 'ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક', સિઝફાયર બાદ સેનાની પ્રેસ કોન્ફરન્સ

VIDEO: 'ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક', સિઝફાયર બાદ સેનાની પ્રેસ કોન્ફરન્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજીને સીઝફાયરની જાહેરાત કરી હતી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધ વિરામ લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી યુદ્ધ વિરામ લાગુ થઈ ગયું છે. ત્યાર બાદ તુરંત ભારતીય સેનાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કોમોડોર રઘુ આર નાયક, કર્નલ સોફિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાર્તાલાપ બાદ બંને દેશોએ તાત્કાલિક અસરથી સિઝફાયર માટે સંમત થયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સેનાની પ્રેસ કોન્ફરન્સમાં કોમોડોર રઘુ આર નાયકે કહ્યું કે, અમે સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક છીએ અને રહીશું. તેમણે કહ્યું કે, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માતૃભૂમિની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમે સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક છીએ. પાકિસ્તાનની કોઈપણ પ્રયાસનો કડક જવાબ આપ્યો છે. જો તણાવ વધારવાનો કોઈ પ્રયાસ કરાશે તો તેમના સામે કડક કાર્યવાહી કરી જડબાતોડ જવાબ આપવામાં આવશે.

વ્યોમિકા સિંઘે કહ્યું કે, પાકિસ્તાને ઘણી ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી હતી. પાકિસ્તાને કહ્યું કે, ભારતે મસ્જિદોને નુકસાન પહોંચાડ્યું.'  આ ખોટી વાત છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. ભારતીય સેના તેના મૂલ્યોને સારી રીતે સમજે છે. અમે માત્ર તેમના લશ્કરી માળખાને નુકસાન પહોંચાડ્યું છે. ભારતે પાકિસ્તાનના સ્કર્દુ, જાકુબાબાદ, સરગૌડા અને બુલારી એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જમીન અને હવાઈ માર્ગે હુમલા કર્યા હતા. 

કર્નલ સોફિયા કુરેશી, 'હવે હું તમને પાકિસ્તાનના ખોટી માહિતી ફેલાવી તેના વિશે માહિતી આપીશ. પાકિસ્તાને દાવો કર્યો કે, તેણે તેના JF 17 વડે આપણા S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું. પરંતુ આ બિલકુલ ખોટું છે. તેમણે બીજું કહ્યું કે, સિરસા, જમ્મુ, પઠાણકોટ અને ભૂજમાં આપણા એરફિલ્ડ પર હુમલો થયો છે, આ પણ ખોટું છે. ત્રીજું ચંદીગઢ અને બિયાસમાં આપણા શસ્ત્રાગાર ડેપો ડેમેજ થયા તે પણ ખોટું છે. 
 
કર્નલ સોફિયાએ કહ્યું, 'પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમ નકામી થઈ ગઈ હતી.' નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના કમાન્ડ અને કંટ્રોલ લોજિસ્ટિક્સ ઈન્સ્ટોલેશન અને તેમના લશ્કરી માળખાગત સુવિધાઓ અને કર્મચારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે કે પાકિસ્તાનની આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ નાશ પામી હતી. હું ભારપૂર્વક કહું છું કે, ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર અને સતર્ક છે. અમે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ.

Related News

Icon