
સેલિબ્રિટી માસ્ટરશેફની પહેલી સિઝન ઈમોશનલક અને રોમાંચક ગ્રાન્ડ ફિનાલે સાથે સમાપ્ત થઈ ગઈ છે અને શોના વિજેતાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગૌરવ ખન્ના (Gaurav Khanna) એ સેલિબ્રિટી માસ્ટરશેફ ટ્રોફી જીતી છે. ચાલો અહીં જણાવીએ કે ગૌરવ ખન્ના (Gaurav Khanna) સેલિબ્રિટી માસ્ટરશેફ ટ્રોફી સાથે કેટલી પ્રાઈઝ મની ઘરે લઈ ગયો છે.
ગૌરવ ખન્નાને કેટલી પ્રાઈઝ મની મળી?
પ્રખ્યાત ટીવી શો 'અનુપમા' (Anupama) માં અનુજનું પાત્ર ભજવીને ગૌરવ ખન્ના (Gaurav Khanna) એ ઘણી લોકપ્રિયતા મેળવી. સેલિબ્રિટી માસ્ટરશેફની આખી સીઝન દરમિયાન, ગૌરવે તેની સ્વાદિષ્ટ વાનગીઓથી જજને પ્રભાવિત કર્યા હતા. ગ્રાન્ડ ફિનાલેમાં, ગૌરવની સિગ્નેચર ડીશે માત્ર તેના સ્વાદ અને પ્રેઝન્ટેશન માટે જ નહીં, પરંતુ કાનપુરથી તેની સફર વિશે શેર કરેલી ઈમોશનલ વાર્તા માટે પણ જજના દિલ જીતી લીધા હતા.
ટેકનિકલ પડકારોમાં નિપુણતા મેળવવાથી લઈને હવે વાયરલ થઈ રહેલી હનીકોમ્બ પાવલોવા જેવું મુશ્કેલ ડીઝર્ટ બનાવવા સુધી, ગૌરવ ખન્ના (Gaurav Khanna) ની કુકિંગ સ્કિલમાં અસાધારણ ગ્રોથ જોવા મળ્યો છે. શોમાં તેની સફરમાં ફક્ત તેની એક્ટિંગ સ્કિલ્સ જ નહીં પરંતુ રસોડામાં તેની અદ્ભુત પ્રતિભા પણ જોવા મળી. તમને જણાવી દઈએ કે સેલિબ્રિટી માસ્ટરશેફનો વિજેતા ગૌરવ ખન્ના (Gaurav Khanna) ટ્રોફી સાથે 20 લાખ રૂપિયાની રોકડ રકમ અને પ્રીમિયમ કિચન એપ્લાયન્સિસ પણ લઈ ગયો છે.
રણવીર બ્રારે ગૌરવ ખન્નાને ખાસ રીતે અભિનંદન આપ્યા
સેલિબ્રિટી માસ્ટરશેફના જજ રણવીર બ્રારે ગૌરવ ખન્ના (Gaurav Khanna) સાથે ટ્રોફી પકડીને ફોટો પોસ્ટ કર્યો. ગૌરવને અભિનંદન આપતાં તેણે લખ્યું, "તમે ક્યાંથી શરૂઆત કરો છો તે મહત્ત્વનું નથી, પણ તમે કેવી રીતે સમાપ્ત કરો છો તે મહત્ત્વનું છે!! શું સિઝન છે! શું વાર્તા છે! અભિનંદન ગૌરવ ખન્ના, તમે ખરેખર અમારા હૃદયમાં સ્થાન બનાવ્યું છે. તમારી દરેક વાનગી દૃઢ નિશ્ચય, જુસ્સા અને સર્જનાત્મકતાથી ભરેલી હતી... અને હું તમારી ફૂડ સફર આગળ ક્યાં જાય છે તે જોવા માટે ઉત્સુક છું. શુભકામનાઓ, અમારા પ્રથમ સેલિબ્રિટી માસ્ટરશેફ!"
સેલિબ્રિટી માસ્ટરશેફના રનર અપ કોણ બન્યા?
તમને જણાવી દઈએ કે સેલિબ્રિટી માસ્ટરશેફનું પ્રીમિયર 27 જાન્યુઆરી, 2025ના રોજ થયું હતું અને તેની પહેલી સિઝન 11 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી. ગ્રાન્ડ ફિનાલેમાં નિક્કી તંબોલીને ફર્સ્ટ રનર-અપ જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેજસ્વી પ્રકાશે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે ફૈઝલ શેખ અને રાજીવ અદતિયા ટોપ 5 ફાઈનલિસ્ટમાં સામેલ હતા.
સંજીવ કપૂર પણ ફિનાલે એપિસોડમાં હાજર રહ્યા હતા
તમને જણાવી દઈએ કે પ્રખ્યાત શેફ સંજીવ કપૂર પણ સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર સાથે ફિનાલે એપિસોડને જજ કરવા માટે શોના ભાગ હતા. તેમણે ફાઈનલિસ્ટની ફાઈનલ વાનગીઓનો સ્વાદ ચાખ્યો અને તેનું મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધા કઠિન હતી પણ ગૌરવ તેની નવીનતા, ટેકનિક અને ખોરાક સાથે ઈમોશનલ કનેક્શનને કારણે અલગ તરી આવ્યો હતો. ફરાહ ખાન દ્વારા હોસ્ટ કરાયેલો આ શો ડ્રામા, હાસ્ય અને સ્વાદિષ્ટ ક્ષણોથી ભરેલો હતો. સ્પર્ધકોની સ્ટાર-સ્ટડેડ યાદીમાં આયેશા ઝુલ્કા, અભિજીત સાવંત, ઉષા નાડકર્ણી, અર્ચના ગૌતમ, ચંદન પ્રભાકર, કબિતા સિંહ અને દીપિકા કક્કર પણ સામેલ હતા.