Home / Entertainment : People unfollowed for praising Operation Sindoor actress gave befitting reply

'હું માફી નહીં માંગુ', Operation Sindoorના વખાણ કરવા બદલ લોકોએ કરી અનફોલો, તો અભિનેત્રીએ આપ્યો જવાબ

'હું માફી નહીં માંગુ', Operation Sindoorના વખાણ કરવા બદલ લોકોએ કરી અનફોલો, તો અભિનેત્રીએ આપ્યો જવાબ

ઓપરેશન સિંદૂર (Operation Sindoor) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં, બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધીના સ્ટાર્સ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં અને પોતાના દેશને સપોર્ટ આપી રહ્યા છે. ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) સાથે પહેલગામ હુમલાનો બદલો લીધો, જેના માટે ઘણા ભારતીય કલાકારોએ સેનાની પ્રશંસા કરી અને ગર્વ વ્યક્ત કર્યો. ઓસ્ટ્રિયા સ્થિત અભિનેત્રી સેલિના જેટલી (Celina Jaitley) એ પણ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. તેણે ભારતીય સશસ્ત્ર દળોને પોતાનો સપોર્ટ પણ વ્યક્ત કર્યો અને રાષ્ટ્રની સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. પરંતુ, આ અભિનેત્રી ટ્રોલ થવા લાગી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રોલર્સ પર ભડકી અભિનેત્રી

આ દરમિયાન, સેલિના જેટલી (Celina Jaitley) એ બીજી એક પોસ્ટ શેર કરી જેમાં તેણે ભારતના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની પ્રશંસા કરવા બદલ તેને અનફોલો કરવાની ધમકી આપનારા ટ્રોલ્સને પણ જોરદાર જવાબ આપ્યો. આવી સ્થિતિમાં, સેલિના (Celina Jaitley) એ દેશભક્તિ પરના પોતાના વલણનો બચાવ કરતા, ટ્રોલ્સને કહ્યું કે જો આતંકવાદ સામેનો તેના અવાજ થી તેમને ડરાવે છે, તો તેઓ તેને અનફોલો કરી શકે છે.

ટ્રોલ્સને સેલિના જેટલીનો જવાબ

સેલિના જેટલી (Celina Jaitley) એ પોતાની પોસ્ટમાં લખ્યું, "જે લોકો મને અનફોલો કરી રહ્યા છે અથવા મને ધમકી આપી રહ્યા છે કારણ કે હું મારા દેશ માટે બોલી રહી છું - તેમણે આ ધ્યાનથી વાંચવું જોઈએ. હું મારા દેશ સાથે ઉભા રહેવા બદલ ક્યારેય માફી માંગીશ નહીં. જ્યારે આતંકના નામે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવે છે ત્યારે હું ક્યારેય ચૂપ રહીશ નહીં."

સેલિનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, "હું દરેક નિર્દોષ જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કરું છું. પરંતુ, હું ક્યારેય એવા લોકોની સાથે નહીં ઉભી રહું જેઓ હિંસાને ન્યાયી ઠેરવે છે અથવા તેનો મહિમા કરે છે. જો ભારત પ્રત્યેનો મારો પ્રેમ તમને દુઃખ પહોંચાડે છે, જો આતંકવાદ સામેનો મારો અવાજ તમને ડરાવે છે, તો ગર્વથી મને અનફોલો કરો. તમારે ક્યારેય મારી સાથે આ રસ્તે નહતું ચાલવાનું. હું શાંતિ માટે બોલું છું. હું સત્યનો પક્ષ લઉં છું અને હું હંમેશા મારા સૈનિકો સાથે ઉભી છું. તેઓ તમારું નામ કે ધર્મ પૂછ્યા વિના તમારું રક્ષણ કરે છે."

Related News

Icon