VIDEO: રાજ્યમાં ચોમાસાનું સત્તાવાર આગમન થયાને 20 દિવસ કરતાં વધુ સમય થઈ ગયા છે. ત્યારે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય રોગોએ માઝા મૂકી છે ત્યારે ચાંદીપુરા વાયરસના કેસો પણ સામે આવી રહ્યા છે. જેને લઈ તબીબો અને વાલીઓને આ અંગે સાવધાન રહેવાની જરૂર છે. વાલીઓએ પોતાના બાળકો માટે થોડીપણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે અને બાળકને ચાંદીપુરા વાયરસનો શિકાર બનાવી શકે છે. છેલ્લા 13 દિવસમાં ગુજરાતમાં આઠ બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાની દહેશત વચ્ચે તબીબોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસના કેસોની દહેશત વચ્ચે વાલીઓને પોતાના સંતાનો પ્રત્યે વધુ સજાગ રહેવું જરૂરી છે. જો બાળકોને તાવ ન ઉતરતો હોય તો જલ્દીથી ડૉકટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
બાળકને તાવ માથાનો દુઃખાવો
આંખો લાલ થવી
અશક્તિ જેવું લાગવું
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ
તાવ સમયે ખેંચ આવવી
10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે આ વાયરસ