
છોટાઉદેપુરમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામ્યો છે. નગરના ડિસ્ટેલી ફળિયામાં સગા ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છોટાઉદેપુરમાં ડિસ્ટેલી ફળિયામાં સગા ભાઈએ જ પોતાના ભાઈની હત્યા કરી નાખી હતી. આરોપી ભાઈ જીવન નાનસિંગ રાઠવાએ ભાઈ દિનેશ નાનસિંગ રાઠવાની હત્યા કરી નાખી હતી. જમીનના ભાગ બાબતે અદાવત રાખી ઝગડો કર્યો હતો. ત્યાર બાદ મારામારી કરી પાળિયા વડે ગાળા તેમજ શરીરના ભાગે મારીને હત્યા કરી હતી. છોટાઉદેપુર પોલીસે હાલ આરોપી જીવન નાનસિંગ રાઠવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.