
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો છે. મેઘાણીનગરની જય અંબે સોસાયટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો. જય અંબે સોસાઈટીના ઘરની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને જાણ કરાતા મૃતદેહને PM માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા બાળકના મૃત્યુ કયા કારણોસર થઈ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.