
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેના રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal tariff) સામે સ્થાનિક સ્તરે હોબાળો ખાળવા તથા મોંઘવારીને અંકુશમાં રાખવા સ્માર્ટફોન, કોમ્પ્યુટર્સને રાહત આપી છે. ટ્રમ્પની આ રાહત યાદીની અન્ય પ્રોડક્ટ્સમાં સેમી કંડક્ટર ચિપ્સ, ટેલિકોમ ઇક્વિપમેન્ટ, ચિપ મેકિંગ મશીનરી, રેકોર્ડિંગ ડિવાઇસ, ડેટા પ્રોસેસિંગ મશીન અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝનો સમાવેશ થાય છે. આ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ (Consumer Electronics)માં હવે અમેરિકામાં ઉત્પાદન જ થતું નથી. હવે તેનું સ્થાનિક સ્તરે ઉત્પાદન પાછું કરાવવું હોય તો તેમા વર્ષો લાગી શકે તેમ છે.
Semiconductor મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટનો સમાવેશ
આ રાહત યાદીમાં સેમી કંડક્ટર (Semiconductor) મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો તે તાઇવાનની મેન્યુફેક્ચર કંપની ટીએસએમસી માટે ઘણો મહત્ત્વનો છે. આ કંપનીએ અમેરિકામાં ચિપ ફેબ્રિકેશન ફેસિલિટીઝમાં જંગી રોકાણની જાહેરાત કરી છે. જો કે તેમની આ રાહત ટૂંકાગાળાની નીવડી શકે છે.
આ રાહતને પ્રારંભિક ટેરિફ ઓર્ડર સાથે જોડવામાં આવી
આ રાહતને પ્રારંભિક ટેરિફ ઓર્ડર સાથે જોડવામાં આવી છે. તેમા હાલમાં લાદવામાં આવેલા દેશદીઠ જુદાં-જુદાં ટેરિફ ધ્યાન પર લેવાયા નથી. નિરીક્ષકોનું સૂચન છે કે આ માલસામગ્રીએ ખાસ કરીને નીચા તો નીચા અને ઉદ્યોગલક્ષી ટેરિફનો સામનો કરવાનો આવી શકે. તેમા ખાસ કરીને ચીનની બાબતમાં આવું બની શકે છે, કારણ કે અમેરિકાની મોટાભાગની આયાત ચીનથી થાય છે.
અમેરિકાની મોટાભાગની આયાત ચીનથી થાય છે
આવો જ એક કેસ સેમી કંડક્ટરનો છે. તેમા ટ્રમ્પે લેવી લગાડવાના આયોજનની વારંવાર જાહેરાત કરી છે. જો કે હજી સુધી કોઈ ખાસ દર જાહેર કરાયો નથી. હાલમાં તો સેક્ટોરલ ટેરિફની ટોચમર્યાદા ૨૫ ટકાની છે. પરંતુ તે હજી સુધી સ્પષ્ટ નથી કે ચિપ્સ અને સંલગ્ન કમ્પોનન્ટ્સ માટે કયા પ્રકારના દર લાગુ પડે. વ્હાઇટ હાઉસે હજી સુધી નવા ગાઇડન્સ પર કોઈ ટિપ્પણી કરી નથી