
Surendranagar News: ગુજરાતમાંથી અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે. લોકો ઝડપથી પૈસા કમાવવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકે 1 કરોડ ૮૦ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે લોકોને લોભામણી જાહેરાત કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, અલગ અલગ લોભામણી જાહેરાતો કરી 144 લોકો પાસેથી 1000થી લઇ 16 લાખ સુધીની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. 144 લોકો પાસેથી અલગ અલગ રકમ સહિત કુલ રૂ. 1,80, 27,150/- છેતરપિંડી કરી છે. ચામુંડા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ અરજણભાઈ બીજલભાઇ ખાંભલા અને એજન્ટો સહિત નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.