
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવી દિલ્હી ખાતે આવેલ વિજ્ઞાન ભવનમાં 12th નેશનલ સ્ટુડન્ટ કન્વોકેશનલ - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર CMA ઇન્સ્ટિટ્યૂટ સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ના 30 વિદ્યાર્થીઓ જે વિવિધ સ્થાને રેન્ક હાંસિલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કરવામાં આવ્યું હતું.
બે વિદ્યાર્થિનીને મળ્યું સન્માન
સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરની વિદ્યાર્થીની નિકિતા બંસલ જેને સીએમએ જૂન - 2024માં લેવાયેલી ઇન્ટર મિડીએટ પરીક્ષામાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવી અને કૃતિકા સિંગલ જેને સીએમએ ડિસેમ્બર - 2024 માં લેવાયેલી ઇન્ટર મિડીયેટ એક્ઝામમાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છે. આ બંને વિદ્યાર્થીનીઓ તેમજ અન્ય 28 વિદ્યાર્થીઓનું દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
મહેનત રંગ લાવી
સીએમએ સુરત સાઉથ ગુજરાત ચેપ્ટર ના પ્રમુખ સીએમએ કિશોર વાઘેલા અને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના સેક્રેટરી સીએમએ નેન્ટી શાહ અને કમિટી મેમ્બર મહેશ ભાલાળા હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સવ વધાર્યો હતો. સીએમએ નેન્ટી શાહે કહ્યું કે,વિદ્યાર્થીઓની સખત મહેનત અને પ્રયાસથી આવા પરિણામો સીએમએ ની અંદર લાવી શક્યા છે. સીએમએ સુરત સાઉથ ગુજરાત દર વર્ષે ભારત દેશને એક ઉત્તમ સીએમએ વિદ્યાર્થી આપી રહ્યો છે તે સાથે તમામ રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓનું અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.