Surendranagar news: કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહ્યા બાદ સુરેન્દ્રનગરમાં નવરંગપુરાના ચિંતન મહેતાએ કોંગ્રેસના વધુ એક મહિલા સાંસદને ગદ્દાર કહ્યા. છત્તીસગઢના Congress ના સાંસદ જ્યોત્સના મહંતને ગદ્દાર ગણાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. અને આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. મહિલા સાંસદોને ગદ્દાર ગણાવનાર ચિંતન મહેતા પર પોલીસ કાર્યવાહી ના થતા કૉંગ્રેસના નેતાઓમાં અસંતોષ ફેલાયો છે.

