Home / India : All Delhi BJP MPs and MLAs were instructed to undergo corona test

દિલ્હીમાં ભાજપના તમામ સાંસદો- ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્દેશ

દિલ્હીમાં ભાજપના તમામ સાંસદો- ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્દેશ

દેશમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. દેશમાં કર્ણાટક બાદ ગુજરાત અને દિલ્હીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે દિલ્હી ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આજે પીએમ મોદીને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મુલાકાત કરવાના છે.  તો આ ડેલિગેશનના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજીયાત કરાયો છે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી મંગળવાર સાંજે 7:30 વાગ્યે તે ડેલિગેશન લીડર્સ સાથે મુલાકાત કરશે,. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં સક્રિય કોવિડ-19 દર્દીઓની સંખ્યા 6,491 પર પહોંચી ગઈ છે. સૌથી રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કોઈ દર્દીનું મોત થયું નથી અને વધુ 624 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. અગાઉ રવિવારે છેલ્લા 24 કલાકમાં 6 દર્દીના મોત થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોરોનાના કારણે 65 લોકો મોત થયા છે. 22 મે સુધી દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 257 હતી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ડેટાની વાત કરીએ તો, આ વર્ષે કુલ 6491 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 6861 દર્દીઓ સજા પણ થયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત કુલ 65 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના સંક્રમણે માથુ ઉંચક્યું છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1100ને પાર પહોંચી છે. ત્યારે કોરોનાથી રાજકોટમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સોમવારે (નવમી જૂન) સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન 55 વર્ષીય આધેડનું કોરોનાથી મોત થયું હતું. છેલ્લા ચાર દિવસથી તેમનામાં કોરોનાના લક્ષણો હતા. આ ઉપરાંત મૃતકને ડાયાબિટીસ સહિત અન્ય બિમારીઓ પણ હતી. નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો પહોંચ્યો 100ને પાર પહોંચ્યો છે. 

કોરોનાના 235 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે. જેમાંથી 33 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 1076 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 106 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

Related News

Icon