Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5755ની પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ સહિતના 4 લોકોએ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે (7 જૂન) કોરોનાના 183 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 822 પર પહોંચ્યા છે.

