
ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે, ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની આંકડા મુજબ રાજ્યમાં કુલ 397 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે આજે સોમવારે (2 જૂન) રોજ રાજ્યમાં કોવિડ-19ના કુલ 95 કેસ નોંધાયા છે.
આજે 95 કેસ નોંધાયા
ગુજરાત સહિત ભારતમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ આંકડા મુજબ ઓનલાઇન પોર્ટલ પર આજે સોમવારે બપોરના 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 22 હોસ્પિટલમાં અને 375 હોમ આઈસોલેટ થઈને કુલ 397 એક્ટિવ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે. જ્યારે 36 જેટલાં દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે. જેમાં કેરળમાં સૌથી વધારે 1435 કેસ સામે આવ્યા છે. જોકે, મહારાષ્ટ્ર 506 કેસ સાથે બીજા નંબર પર છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(MoHFW)ના આંકડા અનુસાર, સોમવાર (2 જૂન) સુધી 24 કલાકમાં 370 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, WHOની પૂર્વ ચીફ વિજ્ઞાની સૌમ્ય સ્વામીનાથનનું કહેવું છે કે, વધતા કેસના કારણે ડરવાની જરૂર નથી.