દેશમાં કોરોનાએ ફરી એક વખત માથું ઉંચક્યું છે. દેશમાં કર્ણાટક બાદ ગુજરાત અને દિલ્હીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે દિલ્હી ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આજે પીએમ મોદીને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મુલાકાત કરવાના છે. તો આ ડેલિગેશનના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજીયાત કરાયો છે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે. મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી મંગળવાર સાંજે 7:30 વાગ્યે તે ડેલિગેશન લીડર્સ સાથે મુલાકાત કરશે,.

