
મોડી રાતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ કરતી ગેંગના સભ્ય તેમજ ૧૨ ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રી દરમિયાન વાહન ચોરી કરતો
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અડાજણ સરદાર બ્રીજ નીચેથી આરોપી રવી બાબુલાલ પ્રજાપતિ [ઉ.૨૪] ને ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની પાસેથી ૧૫ હજારની કિમંતની ચોરીની એક મોપેડ કબજે કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરિત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુ સુખદેવ દ્રિવેદી સાથે ભેગા મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રી દરમ્યાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાનું કબુલ કરેલ છે.
નાસતો ફરતો હતો
આરોપીના સાગરીત મોનારામ રાઠોડ તથા અંકુશ દ્રિવેદી પકડાઈ ગયા હોય જેથી આજદિન સુધી આરોપી નાસ્તો ફરતો હતો તેમજ આરોપી પાસેથી ચોરીની ૧૫ હજારની કિમંતની મોપેડ કબજે કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો, વધુમાં આરોપી સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકમાં વાહનચોરી, ઘરફોડ અને મોબાઈલ ચોરીના ૧૨ ગુનામાં નાસ્તો ફરતો હતો.