Home / Gujarat / Surat : attraction of the goat with Allah written in Urdu

Surat News: ઉર્દૂમાં અલ્લાહ લખાયેલા બકરાનું આકર્ષણ, જોવા દૂરદૂરથી આવે છે લોકો 

Surat News: ઉર્દૂમાં અલ્લાહ લખાયેલા બકરાનું આકર્ષણ, જોવા દૂરદૂરથી આવે છે લોકો 

મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કુરબાની આપવા માટેના બકરાઓના બજાર તૈયાર થઈ ગયા છે. ત્યારે  સુરતના ઊન વિસ્તારમાં આવેલા બકરાના ફાર્મમાં એક બકરો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેને જોવા માટે સમગ્ર ગુજરાત ભરના લોકોની ભીડ ઉમટી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અલ્લાહ લખેલા બકરાનું આકર્ષણ

દર વર્ષે બકરા ઈદના ત્યોહાર માટે સુરતમાં બકરા મંડીઓ ભરાતી હોય છે. જેમાં આ વખતે ઊન વિસ્તારમાં આવેલા બકરાના ફાર્મમા એક બકરો ચર્ચાનો વિષય બન્યો છે. એ બકરા ઉપર કુદરતી રીતે ઉર્દુમાં અલ્લાહ લખેલો શબ્દ દેખાય છે. જેને જોવા માટે સુરત તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી રહ્યા છે. ઇસ્લામિક રીતે આ તહેવાર ઇબ્રાહીમ સલામની સુન્નત અદા કરવા માટે મનાવવામાં આવતો હોય છે. જેમાં બકરાની કુરબાની કરવામાં આવતી હોય છે. જેના લીધે સુરતની મંડીઓમાં અનેક બકરાઓ આવતા હોય છે. જેની કિંમત લાખો રૂપિયામાં હોય છે. ગુજરાત તેમજ આજુબાજુ જિલ્લાના લોકો પણ અહીં બકરાની ખરીદી માટે આવતા હોય છે.

બકરા માટે ખાસ વ્યવસ્થા કરાઈ

બકરાના માલિક નાઝિમભાઈએ કહ્યું કે,  ઊન ખાતે આવેલા આ બકરાએ સમગ્ર ગુજરાત ભરના લોકોમા આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. ત્યારે અમારી પાસે આ બકરો નાનો હતો ત્યારથી છે. હાલ અલ્લાહ લખાયેલા શબ્દના કારણે બકરાને જોવા માટે દૂરદૂરથી લોકો આવે છે. જેથી અમારે તેના માટે ખાસ મંડપ બાંધવો પડ્યો છે. જેથી લોકો તેને જોઈ શકે.

 

 

 

 

 

TOPICS: surat goat market
Related News

Icon