Home / Gujarat / Botad : Botad: Cybercrime recovers Rs 22.34 lakh from online fraud victims

Botad: સાઈબર ક્રાઈમે ઓનલાઈન છેતરપિંડીના પીડિતોને 22.34 લાખ પરત અપાવ્યા

Botad: સાઈબર ક્રાઈમે ઓનલાઈન છેતરપિંડીના પીડિતોને 22.34 લાખ પરત અપાવ્યા

Botad: બોટાદ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેમાં સાયબર ક્રાઈમ પોલીસે માર્ચ માસમાં ઓનલાઈન છેતરપિંડીના ભોગ બનેલા 71 લોકોને 56 ટકા રકમ પરત અપાવીને હતી. પોતાની રકમ પરત મળી જતા ભોગ બનનાર અરજદારોએ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર માન્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોટાદ જિલ્લામાંથી અલગ-અલગ જગ્યાએથી મોબાઈલ કે અન્ય ઓનલાઈન માધ્યમથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને સાયબર ક્રાઈમ પોલીસે રકમ પાછી અપાવી હતી. કુલ 71 લોકો સાથે રૂપિયા 39.52 લાખની છેતરપિંડી થઈ હતી. જેમાં 56 ટકા જેટલી રકમ પીડિતોને પરત ચેક દ્વારા કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ભોગ બનનાર લોકોને છેતરપિંડી થયેલા રકમના ચેક આપવામાં આવ્યા હતા.

લોકોએ કોઈપણ ફોર્ડ દ્વારા અપાયેલ લાલચમાં આવવું નહિ, બેન્ક દ્વારા ઓટીપી કે પીન માંગવામાં આવતો નથી તેમજ લીંક મોકલવામાં નથી આવતી એટલે શંકા પડે તો તરતજ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસ અધિક્ષકે અપીલ કરી હતી. બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસની આ સરાહનીય કામગીરીને લોકોએ ખૂબ વખાણીને આભાર માન્યો હતો. 

 

 

Related News

Icon