
બનાસ ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. દૂધ ઉત્પાદકોને 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નાં વધારા સાથે રકમ ચૂકવાશે.જોકે ગ્રાહકો માટે દુધના ભાવ યથાવત રહેશે.
ગુજરાતમાં બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. જેમાં આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કિલો ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત રહેશે. બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ જાહેરાત કરી છે. જેમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરાયો છે, ત્યારે દર મહિને પશુપાલકોને વધારાના રૂ.25 કરોડ મળે તેવો અંદાજ છે.