મધ્યપ્રદેશના છતરપુરમાં ૧૯ વર્ષીય પંકજ પ્રજાપતિની હત્યાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પંકજ પ્રજાપતિ હત્યાનો મુદ્દો ઉઠાવી સરકારને સવાલ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતાં લખ્યું કે, ૧૯ વર્ષીય પંકજ પ્રજાપતિની મધ્યપ્રદેશમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી કારણ કે, એક દલિત પોતાના હકની માંગણી કરી રહ્યો હતો. આ ઘટના અંગે FIR નોંધવામાં આવી ન હતી, પોસ્ટમોર્ટમ મુલતવી રાખવામાં આવ્યું હતું કારણ કે દોષિતો નેતા- સત્તાના ખોળે બેઠેલા છે. જયારે સત્તા મનુવાદી અને બહુજન વિરોધી ભાજપની છે.

