ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાના મુખ્ય નદીઓ પૂર્ણા, ગીરા, ખાપરી અને અંબિકાના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
પ્રકૃતિ ખીલી ઉઠી
વિશેષ કરીને પર્યટન સ્થળ સાપુતારામાં પણ નોંધપાત્ર વરસાદ પડતાં હવામાન ઠંડુ બન્યું છે અને સૂંદરતામાં વધારો થયો છે. વરસાદને પગલે તંત્રએ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે.ડાંગ જિલ્લામાં આવનારા દિવસોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વિવિધ તાલુકાઓના વરસાદના આંકડા
સુબીર: 3.5 ઇંચ (સૌથી વધુ)
સાપુતારા: 2.80 ઇંચ
આહવા: 1.5 ઇંચ
વઘઇ: 1.25 ઇંચ