
Dang News: ડાંગમાંથી સાયબર ક્રાઇમનો આરોપી ઝડપાયો છે. મહિલાના નામની ફેક આઇડી બનાવી અશ્લીલ ફોટા અને મેસેજ કરનાર આરોપી ઝડપાયો છે. આરોપી અન્ય મહિલાઓના ફોટા મેળવી અશ્લીલ મેસેજ બનાવેલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતો હતો.
અશ્લીલ લખાણ લખી બદનામ કરવાની માનસિકતા ધરાવતા આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર મહિલાએ e-FIR કરી જેના પરથી ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડાંગના ડોકપાતાળ ગામનો 24 વર્ષીય સાયબર ક્રાઇમનો આરોપી ગોવિંદ ચૌધરી ધોરણ 8 અભ્યાસ કર્યો છે અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.