
Dang News: ગુજરાતભરમાં મેધરાજાએ પોતાનો કહેર વરસાવ્યો છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત થયા છે. ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના ગડદ ગામે વીજ પોલ નજીક કરંટ લાગતા મોત થયું છે.
ગ્રામજનોમાં વીજ કંપની સામે ભારે આક્રોશ
ગડદ ગામના સંતોષ કાલિદાસ ગાંગુર્ડે અને શાંતાબેન કિશનભાઈ નિકુમનું કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ગામમાં પસાર થતી વખતે બંને જણાને વીજ પોલ પરથી ઉતરતા કરંટ લાગતા કરુણ મોત થયું હતું. જેને પગલે ગામ લોકોમાં વીજ કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.