ગ્રેટર નોઇડાની એક સોસાયટીમાં ગાડી અથડાયા બાદ મારપીટનો એક ઘટના સામે આવી છે. જ્યાં એક ગાડીએ પાછળથી બીજી ગાડીને ટક્કર મારી હતી, ત્યારબાદ એક પક્ષની મહિલાએ બીજી મહિલાના ફ્લેટમાં પહોંચી અને તેની દીકરી તેમજ મહિલા સાથે મારપીટ કરી., જેનાથી બંને ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, મારપીટ દાદરીથી ભાજપ ધારાસભ્ય તેજપાલ નાગરની દીકરી પ્રિયંકા ભાટી અને તેમની મહિલા સાથી દ્વારા કરવામાં આવી હતી. હાલ, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

