DC vs MI: દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની રોમાંચક મેચમાં 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા MI એ 205 રન બનાવ્યા હતા. આ પછી, કરુણ નાયરે DC માટે 89 રનની શાનદાર ઈનિંગ રમી અને એક સમયે ટીમ જીત તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ 19મી ઓવરમાં, DCના ત્રણ બેટ્સમેન રન આઉટ થઈ ગયા અને તેઓ ટાર્ગેટથી 12 રન પાછળ પડી ગયા. હવે DCને બેવડો ઝટકો લાગ્યો છે. પ્રથમ, તેઓ મેચ હારી ગયા અને બીજું, કેપ્ટન અક્ષર પટેલ (Axar Patel) ને સ્લો ઓવર માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

