
10 એપ્રિલ એ ક્ષણ હતી જ્યારે KL Rahul એ RCB પાસેથી બદલો લીધો હતો. એક સમયે RCB માટે રમેલા KL Rahulની ઈચ્છા હતી કે તે ફરી એકવાર આ ટીમ માટે રમે. ફેન્સને પણ આશા હરી કે IPL 2025ના મેગા ઓક્શનમાં RCB તેને ખરીદશે, પરંતુ આવું ન થયું અને દિલ્હી કેપિટલ્સની ટીમે તેને ખરીદી લીધો. આવી સ્થિતિમાં, જ્યારે આ સિઝનમાં RCB અને DCનો બેંગલુરુના મેદાન પર સામનો થયો, ત્યારે KL Rahul એ દેખાડ્યું કે તે કોનો વિસ્તાર છે અને ત્યાંનો અસલી હીરો કોણ છે? બેંગલુરુના આ છોકરાએ ચિન્નાસ્વામી ખાતે પોતાના બેટથી શક્તિશાળી શોટ ફટકારીને RCBની ટીમને હરાવી દીધી.
બેંગલુરુના 'લોકલ હીરો' સામે RCB હારી ગયું
164 રનના ટાર્ગેટને ચેઝ કરતા KL Rahul એ 53 બોલમાં 6 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી અણનમ 93 રન બનાવ્યા હતા. દિલ્હી તેના હોમ ગ્રાઉન્ડ પર નહતું રમી રહ્યું, પરંતુ KL Rahul માટે, બેંગલુરુ તેનું ક્ષેત્ર હતું, અને તેણે RCB સામેના તેના શાનદાર પ્રદર્શનથી આ સ્પષ્ટ કરી દીધું હતું.
RCBને હરાવ્યા બાદ KL Rahul એ શું કહ્યું?
RCBને હરાવ્યા બાદ KL Rahul એ કહ્યું કે બેંગલુરુનો ચિન્નાસ્વામી તેનું મેદાન છે. આ તેનું ઘર છે. આ ક્ષેત્રને તેનાથી વધુ સારી રીતે કોઈ નથી જાણતું. તેને ચિન્નાસ્વામી ખાતે રમવું ખૂબ ગમે છે. તેણે કહ્યું, "આ મારું ગ્રાઉન્ડ છે. આ મારું ઘર છે."
જ્યારે KL Rahul બેટિંગ કરવા આવ્યો ત્યારે મેચમાં દિલ્હીની સ્થિતિ સારી નહોતી. ટીમની માત્ર 58 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં, KL Rahul એ જે રીતે પોતાની ઈનિંગ રમી તે પ્રશંસનીય હતું. તેણે પહેલા પોતાને સમય આપ્યો અને પછી પોતાના શોટ્સ રમ્યા. KL Rahul એ તેની ઈનિંગના પહેલા 28 બોલમાં 29 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે 25 બોલમાં 64 રન બનાવ્યા હતા.
KL Rahul એ વધુમાં કહ્યું કે તે વિકેટ પર બેટિંગ કરવી સરળ નહોતી. પરંતુ તેણે વિકેટ પાછળથી વિકેટ જોવામાં વિતાવેલી 20 ઓવરનો તેને ફાયદો થયો અને તે મેચ વિનિંગ પારી રમવામાં સફળ રહ્યો હતો.