Banaskantha News: બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ડીસા એસટી બસ ડ્રાઇવરની ફરીથી મોટી બેદરકારી સામે આવી છે. ડીસા અમદાવાદ બસ ડ્રાઇવર ચાલુ બસમાં મોબાઈલનો ઉપયોગ કરતો નજરે પડ્યો હતો. GSRTC નિગમની બાયડ ડેપોની બસ ડીસા-અમદાવાદ રૂટ પર જતી હતી. ચાલુ બસમાં મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ બસ ડ્રાઇવર મુસાફરોના જીવ જોખમમાં નાખ્યો હતો.
ડીસા-પાલનપુર હાઇવે ઉપર ચાલુ બસમાં મોબાઈલ ફોન પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ બસ હંકાળતાની બેદરકારી સામે આવી છે. બસમાં બેઠેલ 50 જેટલા મુસાફરોના જીવ જોખમમાં નાખીને મોબાઈલ પર વીડિઓ જોઈ રહેલ ડ્રાઈવર બાયડના પ્રકાશભાઈ હોવાનું સામે આવ્યું હતું. ચાલુ બસમાં ડ્રાઈવર મોબાઈલનો ઉપયોગ કરી શકાતો નથી જ્યારે સરકારના આ નિયમનું ડ્રાઈવર દ્વારા પેસેન્જરની ચિંતા કર્યા વિના ઉલ્લંઘન કરવમાં આવ્યું હતું. સમગ્ર મામલે જાગૃત નાગરિકે બસ ડ્રાઇવરની બેદરકારીનો વીડિયો ઉતાર્યો હતો. બસ ડ્રાઇવર સામે લોકોની જિંદગી જોખમમાં મૂકવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.