
IPLની 18મી સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં એકથી એક રોમાંચક મેચ જોવા મળી રહી છે. હવે આ રોમાંચમાં વધરો થવા જઈ રહ્યો છે. IPLમાં વિકએન્ડ પર ડબલ હેડર યોજવામાં આવે છે એટલે કે એક જ દિવસે 2 મેચ રમવામાં આવે છે. આજે IPL 2025નો ત્રીજો ડબલ હેડર છે. આવી સ્થિતિમાં ફેન્સને મનોરંજનનો ડબલ ડોઝ મળશે.
આજે કોના-કોના મુકાબલા થશે?
આજે ડબર હેડરની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ચેપોક ખાતે રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. ડબલ હેડરની બીજી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7:00 વાગ્યે થશે.
ચારેય ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
CSK: રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન) (જો ઈજામાંથી સ્વસ્થ્ય થશે તો), શિવમ દુબે, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મથિશા પાથિરાના.
DC: જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર.
PBKS: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, સૂર્યાંશ શેડગે, ગ્લેન મેક્સવેલ, માર્કો યાનસેન, યુઝવેન્દ્ર ચહલ, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, નેહલ વઢેરા.
RR: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, કુમાર કાર્તિકેય.