Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ આજે રિટાયર્ડ એસટી કર્મચારીઓએ મેડિકલ બિલ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ એકઠા થઈને કલેકટર કચેરીમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો. અગાઉ સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મેડિકલ બિલો સ્વીકારવામાં આવતા હતા જે હાલ આ સુવિધા બંધ કરીને રાજકોટ ખસેડવામાં આવી છે, જેથી નિવૃત્ત કર્મચારીઓને સુરેન્દ્રનગરથી રાજકોટ લાંબા થતા ખર્ચ વધી જાય છે.

