
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિકાસ સહાય આજે નિવૃત થવાના હતા. વિકાસ સહાયને ૬ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા હવે ૩૧ ડીસેમ્બરએ નિવૃત થશે.
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. વિકાસ સહાયે DGP તરીકે આશિષ ભાટિયા રિટાયર્ડ થયા બાદ ચાર્જ સંભાળ્યો હતો. વય મર્યાદાને કારણે વિકાસ સહાય નિવૃત થવાના હતા પણ હવે રાજ્ય સરકારે તેમને ૬ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે.