Home / Gujarat / Surat : Another Diamond worker commits suicide

Surat News: વધુ એક રત્નકલાકારનો આપઘાત, હીરા ઉદ્યોગમાં મંદી અને આર્થિક સંકળામણ કારણભૂત

Surat News: વધુ એક રત્નકલાકારનો આપઘાત, હીરા ઉદ્યોગમાં મંદી અને આર્થિક સંકળામણ કારણભૂત

ગુજરાતના સુરતમાં રત્નકલાકારોની આપઘાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે હીરાની મંદીમાં કામ ન થતું હોવાથી આર્થિક સંકળામણમના કારણે વધુ એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વધુ એક રત્નકલાકારનો આપઘાત

મળતી માહિતી મુજબ, સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ ખાતે રહેતા મૂળ અમરેલીના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત રત્નકલાકાર હતા અને તેમાંથી તેઓ પરિવારનું ગુજરાત ચલાવતા હતા. ગઈકાલે દેરોદ ગામની સીમમાં કપિલભાઈએ ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામેલ પરિવારને જાણ થતાં તેમને સારવાર અર્થે કામરેજની સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, વધુ સારવાર માટે ત્યાંથી તેમને નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કપિલભાઈનું મોત નીપજ્યું હતું. 

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આર્થિક તંગીને લઈને ભર્યું પગલું

ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખના જણાવ્યા મુજબ, હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કામ થતું ન હોવાથી આર્થિક તંગીના કારણે કંટાળીને વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. આમ છેલ્લા 18 મહિનામાં 75 કરતા વધુ રત્નકલાકારોને આપઘાત કર્યો છે. 45 વર્ષીય કપિલભાઈના આપઘાત પછી તેમના બાળકોનું કોણ? 

પેકેજમાં અમૂક બાબતોનો સમાવેશ નહી

આ મામલે સરકારને પણ અનેક રજૂઆત કરી છે. રત્નકલાકારોને લઈને જાહેર કરાયેલા પેકેજમાં અર્ધ બેરોજગારોનો સમાવેશ નથી અને તેમાં માત્રને માત્રે 13500 ફી જાહેર કરાઈ છે. આમ પેકેજના સુધારાને લઈને જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને સરકાર યોગ્ય સુધારો લાવવો જોઈએ.

Related News

Icon