Home / Gujarat / Banaskantha : Six municipalities have outstanding electricity bills

બનાસકાંઠાની 6 નગરપાલિકાનું 16 કરોડથી વધુનું વીજ બિલ બાકી, છતાં કોઈ કડક કાર્યવાહી નહીં

બનાસકાંઠાની 6 નગરપાલિકાનું 16 કરોડથી વધુનું વીજ બિલ બાકી, છતાં કોઈ કડક કાર્યવાહી નહીં

બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં છ નગરપાલિકાનું રૂ.16.81 કરોડનું વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. ભાજપ શાસિત ડીસા પાલિકાનું સૌથી વધુ રૂ.10 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે. મિલકત ધારકો પાસે વેરાની વસુલાત કરવામાં આક્રમતા દાખવતી નગરપાલિકાઓ વીજ બિલ ભરવામાં લાપરવાહી દાખવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વીજ તંત્ર પાલિકાઓનું કરોડ રૂપિયાનું બાકી વીજ બિલની વસુલાત કરવામા સરેઆમ નિષ્ફળ નિવડ્યું છે. કરોડો રૂપિયાના બિલની વસુલાત કરવામાં માત્ર નોટિસોનો સહારો લઇ સંતોષ માનવામાં આવી રહ્યો છે. નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવાથી વીજ કંપની દ્વારા બાકી બિલની વસુલાત કરવામાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. બાકી બિલની વસુલાત માટે લોકો સામે આક્રમકતા દાખવતું વીજ તંત્ર પાલિકાનું કરોડોનું બાકી બિલ વસૂલવા કોઈ એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું.

કઇ પાલિકાનું કેટલું વીજ બિલ બાકી?

સ્થળ રકમ (કરોડ / લાખ)
પાલનપુર રૂ. 54.76 લાખ
ધાનેરા રૂ. 2.29 કરોડ
ડીસા રૂ. 10.12 કરોડ
થરાદ રૂ. 1.11 કરોડ
થરા રૂ. 3.16 કરોડ
ભાભર રૂ. 57 લાખ
કુલ રૂ. 17.81 કરોડ

 

 

Related News

Icon